Get The App

બ્રેકઅપ બાદ ફરી પ્રેમમાં પડી જાણીતી ગ્લેમરસ એક્ટ્રેસ, બોયફ્રેન્ડે જાહેરમાં કહી દીધું આઈ લવ યૂ!

Updated: Oct 30th, 2024

GS TEAM


Google News
Google News
બ્રેકઅપ બાદ ફરી પ્રેમમાં પડી જાણીતી ગ્લેમરસ એક્ટ્રેસ, બોયફ્રેન્ડે જાહેરમાં કહી દીધું આઈ લવ યૂ! 1 - image

Ananya Pandey & Walker Blanco Relationship : બોલિવૂડની યુવા અભિનેત્રી અનન્યા પાંડે તેની ફિલ્મોની સાથે તેના અંગત જીવનને લઈને ઘણી વાર ચર્ચા રહેતી હોય છે. હવે ફરી એકવાર અનન્યા ટ્રેન્ડમાં છે. અનન્યા પાંડે લાંબા સમયથી અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે રિલેશનશિપમાં હતી. બંને વચ્ચે 13 વર્ષનું અંતર ઘણીવાર ચર્ચાનો વિષય બન્યું હતું. જોકે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

પરંતુ હવે અનન્યા પાંડેના જીવનમાં એક નવા વ્યક્તિની એન્ટ્રી થઈ છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે અનન્યા વિદેશી મોડલ વોકર બ્લેન્કોને ડેટ કરી રહી છે. હવે વોકર બ્લેન્કોએ પોતે અનન્યા પાંડે પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. અનન્યા પાંડે આજે પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. આ સ્થિતિમાં વોકરે તેના નામે એક રોમેન્ટિક પોસ્ટ લખી છે.

બ્રેકઅપ બાદ ફરી પ્રેમમાં પડી જાણીતી ગ્લેમરસ એક્ટ્રેસ, બોયફ્રેન્ડે જાહેરમાં કહી દીધું આઈ લવ યૂ! 2 - image

બ્લેન્કોએ અનન્યા પાંડેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અને તેણે લખ્યું હતું કે, 'હેપ્પી બર્થડે બ્યુટીફુલ. તું ખૂબ જ ખાસ છો. આઈ લવ યુ એની.' વોકર બ્લેન્કો વ્યવસાયે મોડલ છે. આ ઉપરાંત તે અંબાણી પરિવાર માટે જામનગરમાં તેમના વંતરા એનિમલ પાર્કમાં પણ કામ કરે છે. તે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે.

આ પણ વાંચો : શિવભક્તિમાં ડૂબી જાણીતી અભિનેત્રી, નકાબમાં ફરી કેદારનાથ, નંદી બેલ આગળ શીશ નમાવ્યું

અનન્યા પાંડે અને વોકર બ્લેન્કોની મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દરમિયાન થઈ હતી. હવે આ કપલ રિલેશનશિપમાં છે. વોકરની આ પોસ્ટને તેમના સંબંધોની પુષ્ટિ માનવામાં આવી રહી છે.

બ્રેકઅપ બાદ ફરી પ્રેમમાં પડી જાણીતી ગ્લેમરસ એક્ટ્રેસ, બોયફ્રેન્ડે જાહેરમાં કહી દીધું આઈ લવ યૂ! 3 - image

Tags :