Get The App

તાહા શાહ બદુશા કરણ જોહરની નજદિકિયાંમાં મુખ્ય રોલમાં દેખાશે

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
તાહા શાહ બદુશા કરણ જોહરની નજદિકિયાંમાં મુખ્ય રોલમાં દેખાશે 1 - image

- અભિનેતાએ સંજય લીલા ભણશાલીની હીરામંડીથી દર્શકોના દિલ જીતી લીધા હતા

મુંબઇ: તાહા શાહ બદુશા કરણ જોહરની નજદિકયાં ફિલ્મમાં મુખ્ય રોલમાં જોવા મળશે.આફિલ્મમાં તેની સાથે ફ્રેશ સ્ટાર કાસ્ટ જોવા મળશે તેમ સૂત્રે જણાવ્યું હતુ. જોકે હજી અન્ય સ્ટારકાસ્ટ તેમજ અભિનેત્રી વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી. અભિનેતા માટે આ એક ફક્ત પ્રોજેક્ટ જ નહીં પરંતુ એક ભાવનાત્મક ઉપલબ્ધિ છે. તેણે પોતાની કારકિર્દીની સફર પણ ધર્મા પ્રોડકશનની ગિપ્પી ફિલ્મથી કરી હતી.  એક રિપોર્ટ અનુસાર, નજદિકયાં ફિલ્મ એ મોર્ડન રિલેશનશિપ ડ્રામા હશે. તે આ ફિલ્મમાં આધુનિક પેઢીના યુવાનિયાઓના સંબંધ, ઉલઝનો અને ભાવનાઓને પડદા પર ઊતારશે. 

તાહાએ કરણ જોહર સાથે કામ કરવાની ખુશી અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે તેને  આ પ્રોજેક્ટ સાથે જોડાયાને ફુલ-સર્કલ મોમેન્ટ તરીકે ઓળખાવી હતી. 

તાહા સંજય લીલા ભણશાલીની હીરામંડી ઃધ ડાયમંડ બાઝારમાં જોવા મળ્યો હતો. તેની સાદગી અને દમદાર રોલથી તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા.