Entertainment

સની દેઓલની ગબરુ ફિલ્મ એક મહિનો પાછળ ઠેલાઈ ગઈ

By GS Team
24 Apr 20261 min read
સની દેઓલની ગબરુ ફિલ્મ એક મહિનો પાછળ ઠેલાઈ ગઈ

- આગામી મેને બદલે હવે જૂનમાં રજૂ થશે  

- ધુરંધર પછી દર્શકો તરત જ એક્શન ફિલ્મ નહીં પચાવી શકે તેવી માન્યતા

મુંબઇ : સની દેઓલની ફિલ્મ 'ગબરુ'  વધુ એક મહિનો પાછળ ઠેલાઈ ગઈ છે. આ ફિલ્મ  પહેલાં ગત માર્ચમાં રીલિઝ કરવાનું નક્કી કરાયું હતું. તે પછી રીલિઝ ડેટ બદલીને આઠમી મેએ રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે તે જૂનમાં રજૂ થાય તેવી સંભાવના છે.  'ધુરંધર ટુ'ન લીધે  એક્શનનો ઓવરડોઝ થઈ ગયો હોવાથી દર્શકો તરત જ કોઈ એક્શન ફિલ્મ નહીં પચાવી શકે તેવું કારણ આગળ ધરી આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. હજુ ફિલ્મની નવી તારીખ નક્કી થઈ નથી. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરી રહ્યો છે.