Get The App

શ્રીલીલા નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
શ્રીલીલા નીટ પીજીની તૈયારીમાં, તિલક સાથે અફેરની વાત માતાએ નકારી 1 - image

- હજુ પાંચ-છ વર્ષ પછી પર્સનલ લાઈફનું વિચારશે

- એક્ટિંગની સાથે સાથે શ્રીલીલા પીજી મેડિકલ સાથે સંતુલન સાધશે

મુંબઈ : શ્રીલીલા અને ક્રિકેટર તિલક વર્માનું અફેર ચાલી રહ્યું હોવાની વાત તેની માતા ડો.સ્વર્ણલતાએ નકારી કાઢી છે. તેમના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ એમબીબીએસની પદવી મેળવનારી શ્રીલતા હવે નીટ પીજીની તૈયારી કરી રહી છે.  તેમણે કહ્યું હતું કે શ્રીલીલાનાં ડેટિંગની વાતોમાં કોઈ તથ્ય નથી. તે  પોતાની પર્સનલ લાઈફ બાબતે આગામી પાંચ-છ વર્ષ પછી નિર્ણય કરશે. અત્યારે તો તે એક્ટિંગની કેરિયર અને અભ્યાસ બંને વચ્ચે સંતુલન સાધી રહી છે.  દેખીતી રીતે જ શ્રીલીલા એમબીબીએસ થયા બાદ હવે મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માગે છે. તે સાઉથની ફિલ્મોમાં વ્યસ્ત છે અને કાર્તિક આર્યન સાથે એક હિન્દી ફિલ્મ પણ કરી રહી છે. જોકે, આ બધાની વચ્ચે તે આગામી મહિને યોજાનારી નીટ પીજીની પરીક્ષા માટે પણ હાલ અભ્યાસ કરી રહી છે. 

થોડા સમય પહેલાં શ્રીલીલા તથા તેનો પરિવાર તિલક વર્માની મેચ વખતે  ઉપસ્થિત જોવા મળ્યાં હતાં. તે પછી તેના અને તિલક વચ્ચે ડેટિંગની ચર્ચા ચાલી હતી. જોકે, શ્રીલીલાની ટીમના દાવા  અનુસાર શ્રીલીલા અને તિલક વચ્ચે ક્યારેય કોઈ વ્યક્તિગત મુલાકાત થઈ  જ નથી.