Entertainment

સમય રૈના અને મેધા શંકર વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અટકળો

By GS Team
2 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં કોમેડિયન સમય રૈના અને અભિનેત્રી મેધા શંકર વચ્ચે ડેટિંગની અફવાઓ વહેતી થઈ છે. સમયના નવા શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના પ્રારંભ સાથે જ આ ચર્ચાઓએ જોર પકડ્યું છે. વાયરલ વીડિયોમાં બંને સાથે જોવા મળ્યા હતા, પરંતુ ફોટોગ્રાફર્સને જોઈને તેઓએ રસ્તો બદલ્યો હતો. આ ઘટનાથી ચાહકોમાં તેમના સંબંધો વિશેની અટકળો વધુ તીવ્ર બની છે. જોકે, બંનેમાંથી કોઈએ આ અંગે સ્પષ્ટતા કરી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સમય રૈના અને મેધા શંકર વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અટકળો

સમયનો નવો શો શરૂ થયો ત્યારે જ અફવાઓ ચગી
ફોટોગ્રાફર્સને જોઇ સમય અને મેધાએ પોતાનો રસ્તો બદલી નાંખ્યો

મુંબઈ : કોમેડિયન સમય રૈનાનો વિવાદિત શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શરૂ થયો છે એ જ અરસામાં સમય રૈના અને ટ્વેલ્થ ફેઇલની હિરોઇન મેધા શંકર વચ્ચે ડેટિંગ ચાલી રહ્યુ હોવાની અફવાઓ સોશ્યલ મિડિયા પર ચગાવવામાં આવી રહી છે. સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલાં વિડિયોમાં બંને સાથે દેખાઇ રહ્યા છે.
આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમય રૈના અને મેધા શંકર એક જ સ્થળે એકસાથે જોવા મળ્યા હતા. પણ ફોટોગ્રાફર્સને જોઇને તેમણે અલગ થઇને તેમનો રસ્તો બદલી નાંખ્યો હતો. જેના કારણે તેમના ફેનને એમ લાગ્યું છે કે બંને જણાં કશું છુપાવી રહ્યા છે. બંને જણાં એક જ પ્રકારની ઇવેન્ટમાં સામેલ થતાં હોઇ તેમના ચાહકોંમાં બંને વચ્ચેના ડેટિંગ વિશેની અટકળોએ જોર પકડયુ છે. જો કે, સમય રૈના કે મેધા શંકરે આ મામલે કશું ફોડ પાડીને જણાવ્યું નથી. સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટની બીજી સિઝનના પહેલાં એપિસોડમાં આલ્ફાની સ્ટાર્સ આલિયા ભટ્ટ અને શર્વરી ગેસ્ટ તરીકે જોવા મળી હતી.
મેધા શંકરે છેલ્લે ગિન્ની વેડ્સ સની ટુ ફિલ્મમાં કામ કર્યું હતું.