Entertainment

સલમાન માટે સૂરજ બડજાત્યાએ નવી સ્ક્રિપ્ટ શોધી કાઢી

By GS Team
1 Aug 20241 min read
This article was originally published on 1 Aug 2024
સલમાન માટે સૂરજ બડજાત્યાએ નવી સ્ક્રિપ્ટ શોધી કાઢી

- ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી

- સલમાન સાથે અગાઉ પ્રેમ કી શાદી બનાવવાનો હતો પણ સ્ક્રિપ્ટમાં મતભેદ પડયો હતો

મુંબઈ : સૂરજ બડજાત્યાએ સલમાન ખાન સાથે એક  ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. આ માટે બંને એક સ્ક્રિપ્ટ પર સંમત પણ થઈ ગયા હોવાનું કહેવાય છે. 

સૂરજે અગાઉ સલમાન સાથે 'પ્રેમ કી શાદી' ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. જોકે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ બાબતે બંને વચ્ચે મતભેદ ઊભા થયા હતા. આખરે સૂરજે આ ફિલ્મનો આઈડિયા જ પડતો મૂક્યો હતો. બાદમાં એવા અહેવાલો આવ્યા હતા કે સૂરજ એ જ આઇડિયા પરની ફિલ્મ કાર્તિક આર્યન સાથે આગળ વધારશે. હવે નવા અહેવાલ મુજબ સૂરજે સલમાનને પસંદ પડે તેવી એક નવી સ્ક્રિપ્ટ શોધી લીધી છે. સલમાન પણ આ સ્ક્રિપ્ટ પર કામ કરવા માટે સંમત થઈ ગયો છે. 

ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નથી. બધું સમુસુતરું પાર ઉતરશે તો ફિલ્મ આવતા વર્ષથી ફ્લોર પર જશે. 

સલમાન ખાનની કેરિયર હાલ ડામાડોળ છે. 'મૈને પ્યાર કિયા' દ્વારા સૂરજે જ સલમાનને સ્ટાર બનાવ્યો હતો અને બાદમાં 'હમ આપ કે હૈ કૌન' અને 'હમ સાથ સાથ હૈ' જે વી સલમાનની કારકિર્દીની મહત્વની ફિલ્મો આપી હતી. આથી , સલમાન પણ પોતાની કારકિર્દીને તારવા માટે સૂરજની ફિલ્મ કરવા આતુર છે.