Entertainment

એક વર્ષથી ઠેલાયા કરતી વી વન ફિલ્મનાં કેટલાંક દ્રશ્યો રિશૂટ થશે

By GS Team
19 Jun 20261 min read
એક વર્ષથી ઠેલાયા કરતી વી વન ફિલ્મનાં કેટલાંક દ્રશ્યો રિશૂટ થશે

- એકતા કપૂરે ફિલ્મની સફળતાનો વિશ્વાસ ગુમાવ્યો

- હવે રીલિઝમાં બે મહિના કરતાં ઓછો સમય બાકી છે ત્યારે કચાશ રહી ગયાની ખબર પડી        

મુંબઈ : સિદ્ધાર્થ મલ્હોત્રા  અને તમન્ના  ભાટિયાની ફિલ્મ 'વી વનઃ ધ ફોર્સ ઓફ ધી ફોરેસ્ટ' આમ તો છેલ્લાં એક વર્ષથી ઠેલાયા કરે છે. ફિલ્મ અગાઉ આ મે માસમાં રજૂ  થવાની હતી. તે પછી આગામી ઓગસ્ટની રીલિઝ નક્કી થઈ પરંતુ  તે પહેલાં જ ફિલ્મમાં હજુ  કેટલીક કચાશ રહી ગઈ હોવાનું જણાતાં  કેટલાંક દ્રશ્યોનું દસ દિવસનું નવેસરથી શૂટ કરવાનું નક્કી કરાયું છે. 

 'ધી વાયરલ  ફિવર'ના નેજા હેઠળ 'પંચાયત' અને 'ગુલ્લક' સહિતના લોકપ્રિય શોઝ સાથે સંકળાયેલા દિપક કુમાર મિશ્રા અને અરુણાભ કુમારે આ ફિલ્મનું   દિગ્દર્શન  કર્યું છે. જોકે, પ્રોડયૂસર તરીકે એક્તા  કપૂરને કદાચ  ફાઈનલ પ્રોડક્ટ પર વિશ્વાસ બેઠો નથી. 

જોકે, ફિલ્મની ટીમનો એવો દાવો છે કે ફિલ્મ જે રીતે બની છે તેનાથી ફિલ્મમેકર્સ સંતુષ્ઠ છે પણ સ્ટોરીની નાટયાત્મકતા વધારે તેવી ક્ષણોને વધારે સારી રીતે દર્શાવવા માટે આ વધારાનું શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.