સિદ્ધાર્થ, તમન્નાની ફિલ્મ ધી વનમાં મંજૂરી વિના ગીતની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મૂળ સંગીતકારની ગીત હટાવી લેવા ચેતવણી
- આ ગીત પર પોતે ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હોવાનો સંગીતકાર સરગમ વૈશનો દાવો
મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ 'વન-ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ'નું ટ્રેલર રિલિઝ થતાં જ તેમાં વપરાયેલાં ગીત વિશે વિવાદ ફાટી નીકળ્યો છે. સંગીતકાર સરગમ વૈશે રવિવારે એક પોસ્ટ મુકી જણાવ્યું હતું કે મારી મંજૂરી કે સંમતિ વિના જ આ ગીતને ટ્રેલરમાં બેકગ્રાઉન્ડમાંં વાપરવામાં આવ્યું છે જેને તત્કાળ હટાવી લેવામાં આવે.
આ પોસ્ટમાં સરગમે જણાવ્યું હતું કે હું આ ગીત અયિગિરી નંદિની પર ત્રણ વર્ષથી કામ કરી રહ્યો છું અને તે વાપરવા માટે મારી કોઇ મંજૂરી કે સંમતિ લેવામાં આવી નથી. મેં એક મ્યુઝિક લેબલ સાથે આ ગીત માટે કરાર કરેલાં હોઇ તેના ગેરકાયદે ઉપયોગથી મારા કરાર પર અસર પડે છે. સરગમના આક્ષેપોનો વન- ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ ફિલ્મમેકર્સ દ્વારા કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. સરગમે તેની પોસ્ટમાં ફિલ્મમેકર્સે કોઇ મંજૂરી કે લાયસન્સ લીધું હોય તો તેની માહિતી પુરી પાડવા પણ જણાવ્યું હતું.




