Entertainment

વીરદાસની હોરર ફિલ્મ બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

By GS Team
13 Jun 20261 min read
વીરદાસની હોરર ફિલ્મ બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી

- ફિલ્મમાં ફાઉન્ડ ફૂટેજનો પ્રયોગ કરવામાં આવશે 

- અરુણોદય સિંહ, અહસાસ ચન્ના, અતુલ કુલકર્ણી સહિતના સહકલાકારો હશે

મુંબઈ : સચીનની પુત્રી શ્રિયાએ ૨૦૧૩માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી પણ હવે તેનું સ્થાન ફિલ્મ ઉદ્યોગમાં મજબૂત બનતું જાય છે.

 શ્રિયા પિલગાંવકર હવે વીર દાસની આગામી હોરર ફિલ્મ 'બારા નંબર'માં જોવા મળશે. કવિ શાસ્ત્રીના સહનિર્માણમાં બની રહેલી આ ફિલ્મમાં નવતર ફાઉન્ડ ફૂટેજ સ્ટાઇલનો પ્રયોગ કરવામાં આવશે. 

આ ફિલ્મમાં હીરો વીર દાસ છે જ્યારે હિરોઇન શ્રિયા પિલગાંવકર બનશે. 

આ ફિલ્મમાં શીબા ચડ્ઢા, અરૂણોદય સિંહ, અહસાસ ચન્ના અને અતુલ કુલકર્ણી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી અને શ્રિયાની ભૂમિકા વિશે વધુ માહિતી જારી કરવામાં આવી નથી. 

શ્રિયા પિલગાંવકરની  આ વર્ષમાં ત્રણ મોટી ફિલ્મો આવી છે. પ્રિયદર્શનની ફિલ્મ 'હૈવાન'માં તે અક્ષયકુમાર અને સૈફ અલીખાન સાથે જોવા મળી હતી. એ પછી 'મિર્ઝાપુરઃ ધ ફિલ્મ'માં પણ તેની મહત્વની ભૂમિકા છે. અને હવે શ્રિયા 'બારા નંબર' નામની હોરર ફિલ્મમાં કામ કરી પોતાનું સ્થાન ફિલ્મ જગતમાં મજબૂત કરશે