Entertainment

47 વર્ષની શમિતા શેટ્ટીને લગ્ન વિશે પૂછાતાં છંછેડાઈ

By GS Team
28 May 20261 min read
47 વર્ષની શમિતા શેટ્ટીને લગ્ન વિશે પૂછાતાં છંછેડાઈ

લગ્ન કરીને તમે શું વાઘ માર્યો એવો સવાલ

સમયસર પરણી ગઈ હોત તો આજે છોકરાં મોટાં થઈ ગયાં હોત તેવી કોમેન્ટથી ભડકી

મુંબઈ: હજુ ૪૭ વર્ષે પણ કુંવારી રહેલી શમિતા શેટ્ટીને લગ્ન વિશે પૂછાતાં તે ભડકી ગઈ હતી. 

એક વ્યક્તિએ એવી  કોમેન્ટ કરી હતી કે હવે  તું પહેલા જેવી દેખાતી નથી. શમિતાએ તેનો જવાબ આપ્યો હતો કે હા, સમય જતાં વ્યક્તિ અલગ દેખાવા માંડે એ સાહજિક છે. અન્ય વ્યક્તિએ કોમેન્ટ કરી હતી કે તું સમયસર પરણી  ગઈ હોત તો આજે છોકરાં પણ મોટાં થઈ ગયાં હોત. શમિતા આ કોમેન્ટથી ભારે નારાજ થઈ હતી. તેણે પૂછ્યું હતું કે લગ્ન  કરીને તમે પણ કયો મોટો વાઘ મારી લીધો છે. મારા જેવી સિંગલ મહિલાને ફોલો પણ શા માટે કરો છો. 'શમિતાએ વધુમાં લખ્યું હતું કે હું હેલ્ધી અને આનંદમય જીવન જીવું છુું એ માટે હું ઈશ્વરની ઋણી છું. ઉલ્લેખનીય છે કે એક સમયે શમિતા શેટ્ટીનું ટીવી એક્ટર રાકેશ બાપટ સાથે સિરિયસ અફેર હતું. જોકે, થોડા સમય બાદ બંને છૂટાં પડી ગયાં હતાં.