Get The App

શાહરૂખની મેનેજર પૂજાએ 38 કરોડમાં ત્રણ ફલેટ લીધા

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
શાહરૂખની મેનેજર પૂજાએ 38 કરોડમાં ત્રણ ફલેટ લીધા 1 - image

- શાહરૂખનાં ઘર પાસે જ ફલેટની ખરીદી  

- મુંબઈના બાંદરામાં હજુ તો બંધાઈ રહેલી  બિલ્ડિંગમાં એકસાથે ત્રણ ફલેટનું બૂકિંગ

મુંબઇ :શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ મુંબઇના બાંદરામાં ત્રણ ફલેટ ૩૮.૨૧ કરોડમાં ખરીદ્યા છે. આ બિલ્ડિંગનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે. તેને ડિસેમ્બર ૨૦૨૮માં પઝેશન મળી શકે  છે. 

પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે. જ્યારે બીજો ફલેટ પતિ તથા ત્રીજો ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે શાહરુખનો  મન્નત બંગલો પણ બાંદરા  વિસ્તારમાં જ છે.

 જોકે, શાહરુખે હાલ મન્નતમાં વધુ બે ફલોરનાં એક્ટેન્શનનું કામ શરુ કરાવ્યું હોવાથી તે પરિવાર સાથે પાલી હિલ ભાડે રહેવા ગયો છે.