Get The App

હીર રાંઝા માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
હીર રાંઝા માટે સારા અર્જુનને સાઈન કરાયાનો ઈન્કાર 1 - image

- કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ અફવા ફગાવી

- અગાઉ હિરો તરીકે રોહિત સરાફને કાસ્ટ કરાયાની ચર્ચા પણ ખોટી પુરવાર થઈ હતી

મુંબઇ : ઈમ્તિયાઝ અલી તથા એક્તા કપૂરની ફિલ્મ 'હીર રાંઝા'માં હિરોઈન તરીકે 'ધુરંધર'થી જાણીતી બનેલી સારા અર્જુનની એન્ટ્રી થી હોવાની ચર્ચા હતી પરંતુ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ  છાબરાએ આ ચર્ચાને ફગાવી છે. 

મુકેશ છાબરાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી સારા અર્જુનને આ ફિલ્મ માટે સાઈન કરાઈ નથી. તેણે એમ પણ જણાવ્યું છે કે આ ફિલ્મની હિરોઈન જ્યારે પણ ફાઈનલ થશે ત્યારે પોતે તે વિશે અપડેટ આપશે. 

અગાઉ આ ફિલ્મમાં હિરો તરીકે રોહિત સરાફને સાઈન કરાયો હોવાની પણ ચર્ચા હતી. જોકે, બાદમાં એ પણ સ્પષ્ટ થયું હતું કે રોહિત સરાફને હજુ ફાઈનલ કરાયો નથી. 

ઈમ્તિયાઝ અલીનાં બેનર હેઠળ અગાઉ 'લૈલા મજનુ' ફિલ્મ બનાવાઈ હતી. તે પછી તેની કડી રુપે જ હીર રાંઝાની જૂની વાર્તાને નવાં  સ્વરુપે ઢાળીને આ ફિલ્મ બનાવાઈ રહી હોવાનું કહેવાય છે.