Entertainment

સલમાનની માતૃભૂમિ આખરે 13 નવેમ્બરે થિયેટર્સમાં રિલિઝ કરાશે

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
સલમાન ખાનની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'માતૃભૂમિ'ને સરકારી મંજૂરી મળી ગઈ છે. ભારત-ચીન સંબંધોને હકારાત્મક રીતે દર્શાવતા ફિલ્મમેકર્સે મૂળ 'બેટલ ઓફ ગલવાન' નામ બદલીને મોટા ફેરફારો કર્યા હતા. હવે સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર મળ્યા બાદ, ફિલ્મ 13 નવેમ્બરે રિલીઝ થઈ શકે છે. મુંબઈમાં આ ફિલ્મને લીલી ઝંડી મળતા ચાહકોમાં ઉત્સાહ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સલમાનની માતૃભૂમિ આખરે 13 નવેમ્બરે થિયેટર્સમાં રિલિઝ કરાશે
  • ફિલ્મને સરકારની મંજૂરી મળી, સેન્સરબોર્ડની બાકી
  • ફિલ્મમેકર્સે ભારત-ચીન સબંધો હકારાત્મક રીતે દર્શાવતાં સરકારી અમલદારોની ફિલ્મને લીલી ઝંડી

મુંબઇ : જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે તે સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિ હવે ૧૩ નવેમ્બરે થિયેટર્સમાં જોવા મળી શકે છે. લાંબા સમયથી સરકારી તુમારશાહીમાં અટવાયેલી ફિલ્મને આખરે સરકારના માહિતી ખાતા તરફથી લીલી ઝંડી મળી ગઇ છે.
જો કે, સેન્સર બોર્ડ સમક્ષ તેને રજૂ કરી તેનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા હજી બાકી હોઇ તેની રજૂઆત બાબતે ફિલ્મમેકર્સ નિશ્ચિત નથી. જો સેન્સર બોર્ડ ફિલ્મને એક મહિનામાં મંજૂરી આપે તો ફિલ્મમેકર્સ દિવાળી બાદ તેર નવેમ્બરે ફિલ્મને થિયેટર્સમાં રજૂ કરવા માંગે છે. ૨૦૨૦માં ભારત-ચીન વચ્ચે ગલવાનમાં થયેલી લડાઇની પશ્ચાદભૂમાં બનાવવામાં આવેલી આ ફિલ્મનું નામ અગાઉ બેટલ ઓફ ગલવાન રાખવામાં આવ્યું હતું જેને બદલી ફિલ્મમેકર્સે માતૃભૂમિ કર્યું હતું.
ઓરિજિનલ ફિલ્મમાં મોટા ફેરફારો કરી ભારત અને ચીનના સંબંધોને હકારાત્મક રીતે દર્શાવવામાં આવતાં ફિલ્મને આખરે સરકારી મંજૂરી મળી ગઇ છે.