Get The App

હિટ ફિલ્મ ખાતર સલમાન ફરી ઈદ વખતે નસીબ અજમાવશે

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
હિટ ફિલ્મ ખાતર સલમાન ફરી ઈદ વખતે નસીબ અજમાવશે 1 - image

- નયનતારા સાથેની ફિલ્મ ઈદ વખતે રીલિઝ કરાશે  

- સારી સ્ક્રિપ્ટ  કે એક્ટિંગ પર ફોક્સને બદલે અનુકૂળ રીલિઝ ડેટ શોધવાનાં ગતકડાં  

મુંબઈ : છેલ્લાં કેટલાંય વર્ષોથી કોઈ મોટી હિટ ફિલ્મ નહિ આપી શકેલો સલમાન ખાન આવતાં વર્ષે ફરી ઈદ વખતે નસીબ અજમાવશે. તેની નયનતારા સાથેની આગામી ફિલ્મ ઈદ વખતે રીલિઝ કરવાની જાહેરાત થઈ છે. 

વર્ષો અગાઉ સલમાનની ફિલ્મ ઈદ વખતે રીલિઝ થાય એટલે હિટ જ થાય તેમ મનાતું હતું. પરંતુ, તાજેતરનાં વર્ષોમાં આ માન્યતા પણ ખોટી સાબિત થઈ છે. સલમાન છેલ્લાં કેટલાંય વર્ષોથી સાવ બેકાર સ્ક્રિપ્ટ પસંદ કરી રહ્યો છે અને તેની એક્ટિંગમાં પણ કોઈ ભલીવાર હોતો નથી. તે આમિર જેમ પ્રયોગો કરતો નથી કે શાહરુખ જેમ એક્શન સ્ટાર તરીકે  પુનરાગમનમાં નિષ્ફળ ગયો છે એટલે અનુકૂળ રીલિઝ ડેટનાં ગતકડાં અપનાવી રહ્યો છે. 

આ ફિલ્મ સાઉથના ડિરેક્ટર વામશી પેડિપલ્લી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ હજુ તાજેતરમાં જ શરુ કરાયું છે.