Entertainment

એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે જોની લીવર!

By GS Team
20 May 20262 mins read
TukuTouch Logo
સલમાન ખાન, શાહરુખ ખાન અને અક્ષય કુમાર એક ફિલ્મમાં સાથે જોવા મળશે, પરંતુ આ ફિલ્મના લીડ હીરો તરીકે જોની લીવર જોવા મળશે. ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે જાણીતા ડાયરેક્ટર ફરહાદ સામજી એક જબરદસ્ત કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મની સૌથી ખાસ અને ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધી મોટાભાગની ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ તરીકે વાહવાહી લૂંટનારા જોની લીવર આ ફિલ્મમાં મુખ્ય હીરો એટલે કે લીડ રોલમાં જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક જ ફિલ્મમાં દેખાશે શાહરૂખ-સલમાન અને અક્ષય, પણ લીડ હીરો હશે જોની લીવર!

Salman-Shahrukh And Akshay in One Film: સલમાન ખાન, શાહરુખ ખાન અને અક્ષય કુમાર એક ફિલ્મમાં સાથે જોવા મળશે, પરંતુ આ ફિલ્મના લીડ હીરો તરીકે જોની લીવર જોવા મળશે. ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે જાણીતા ડાયરેક્ટર ફરહાદ સામજી એક જબરદસ્ત કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મની સૌથી ખાસ અને ચોંકાવનારી વાત એ છે કે અત્યાર સુધી મોટાભાગની ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ તરીકે વાહવાહી લૂંટનારા જોની લીવર આ ફિલ્મમાં મુખ્ય હીરો એટલે કે લીડ રોલમાં જોવા મળશે.

આ સાથે જ ચર્ચા હતી કે આ ફિલ્મમાં બોલિવૂડના ઘણા મોટા સુપરસ્ટાર્સ કેમિયો કરવાના છે, જેમાં સલમાન ખાન અને અક્ષય કુમારના નામ પહેલાથી જ કન્ફર્મ થઈ ચૂક્યા હતા. જોકે, હવે આ ફિલ્મ સાથે બોલિવૂડના 'કિંગ ખાન' એટલે કે શાહરૂખ ખાનનું નામ પણ જોડાઈ ગયું છે.

ફિલ્મની શરૂઆતમાં જ થશે કિંગ ખાનની એન્ટ્રી

એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં ધમાકેદાર કેમિયો કરવાનો છે. આ રોલ ફિલ્મની શરૂઆતના સીનમાં જ જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે શાહરૂખ ખાનને આ રોલ માટે એપ્રોચ કરવામાં આવ્યો, ત્યારે તેઓ તરત જ માની ગયા હતા. શાહરૂખ જોની લીવરની ફિલ્મનો હિસ્સો બનવા બદલ ખૂબ જ ખુશ છે, કારણ કે બંને કલાકારો વચ્ચે છેલ્લા ત્રણ દાયકાથી ખૂબ જ ગાઢ સંબંધો છે અને તેઓએ ભૂતકાળમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અહેવાલો મુજબ, શાહરૂખ ખાન આગામી જૂન મહિનામાં પોતાના પાર્ટનું શૂટિંગ પૂરું કરશે.

શું હશે ફિલ્મનું નામ?

જોની લીવરની આ આગામી ફિલ્મનું સત્તાવાર ટાઇટલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પહેલા એવી ચર્ચા હતી કે આ પિક્ચરનું નામ ‘સબસે બડા રૂપૈયા’ રાખવામાં આવશે, પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ હવે આ ફિલ્મનું નામ ‘ઓપરેશન ઓપરેશન’ હોઈ શકે છે. જોકે, ફિલ્મનું આખરી નામ શું હશે તે પ્રોડ્યુસર અશ્વિની વર્દે અને મેકર્સની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો સાપ, સુરક્ષાકર્મીઓમાં દોડધામ

આ કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં

આ ફિલ્મમાં માત્ર સુપરસ્ટાર્સના કેમિયો જ નહીં, પરંતુ બાકીની સ્ટારકાસ્ટ પણ ખૂબ મજબૂત છે. જાણીતી અભિનેત્રી શિલ્પા શિરોડકર આ ફિલ્મમાં જોની લીવરની પત્નીના રોલમાં એટલે કે લીડ એક્ટ્રેસ તરીકે લાંબા સમય પછી મોટા પડદે વાપસી કરી રહી છે. આ ઉપરાંત મનોજ પાહવા પણ આ ફિલ્મમાં એક મહત્ત્વના રોલમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં શાહરૂખ, સલમાન અને અક્ષય જેવા દિગ્ગજોના નામ જોડાતા આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે 'ઓપરેશન ઓપરેશન'માં બીજા કયા-કયા મોટા ગજાના સિતારાઓની સરપ્રાઈઝ એન્ટ્રી થાય છે.