Entertainment

'ફરી મારો રોલ અને ગીત ઉપાડી લીધું...', સલમાન ખાને વરુણ ધવનને સ્ટેજ પર લપેટ્યો! ડેવિડ ધવન પણ હસી પડ્યા

By GS Team
24 May 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં શનિવારે આયોજિત એક ખાસ ઇવેન્ટમાં બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન, પીઢ ડિરેક્ટર ડેવિડ ધવન અને અભિનેતા વરુણ ધવન સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા. પીવીઆર આઈનોક્સના આ ખાસ પ્રોગ્રામમાં સલમાન ખાને આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં પોતાના આઇકોનિક ગીત 'ચુનરી ચુનરી'નું રીમેક વર્ઝન લાવવા બદલ વરુણ ધવનની મજાકિયા અંદાજમાં જોરદાર મજાક કરી હતી. સલમાનની આ વાત સાંભળીને વરુણ ધવન સ્ટેજ પર જ શરમાઈ ગયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ફરી મારો રોલ અને ગીત ઉપાડી લીધું...', સલમાન ખાને વરુણ ધવનને સ્ટેજ પર લપેટ્યો! ડેવિડ ધવન પણ હસી પડ્યા

Salman on Varun Dhawan: મુંબઈમાં શનિવારે આયોજિત એક ખાસ ઇવેન્ટમાં બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન, પીઢ ડિરેક્ટર ડેવિડ ધવન અને અભિનેતા વરુણ ધવન સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા. પીવીઆર આઈનોક્સના આ ખાસ પ્રોગ્રામમાં સલમાન ખાને આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં પોતાના આઇકોનિક ગીત 'ચુનરી ચુનરી'નું રીમેક વર્ઝન લાવવા બદલ વરુણ ધવનની મજાકિયા અંદાજમાં જોરદાર મજાક કરી હતી. સલમાનની આ વાત સાંભળીને વરુણ ધવન સ્ટેજ પર જ શરમાઈ ગયો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

'આણે મારું વધુ એક ગીત ઉપાડી લીધું!'

કાર્યક્રમ દરમિયાન માહોલ તે સમયે વધુ રસપ્રદ અને રમુજી બની ગયો જ્યારે સલમાન ખાને ત્યાં હાજર ઓડિયન્સ સામે વરુણ ધવન તરફ ઈશારો કરીને કહ્યું, "આણે મારું વધુ એક સુપરહિટ ગીત ઉપાડી લીધું છે." સલમાન ખાનના મોઢે આ ટોણો સાંભળતા જ વરુણ ધવન હસવા લાગ્યો હતો અને શરમના મારે તેણે હાથ જોડીને સલમાનને વિનંતી કરતા કહ્યું, "ભાઈ, હવે રહેવા દો ને!"

બ્લેક લેદર જેકેટમાં સલમાન ખાનનો અનોખો અંદાજ

પીવીઆર આઈનોક્સ દ્વારા જાણીતા ડિરેક્ટર ડેવિડ ધવનની સિનેમેટિક સફર અને ભારતીય સિનેમામાં તેમના પ્રદાનનું સન્માન કરવા માટે આ ખાસ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સલમાન ખાન બ્લેક ટી-શર્ટ, ક્લાસિક લેધર જેકેટ અને ડેનિમ જીન્સ પહેરીને પહોંચ્યો હતો. સલમાનનો આ ડેશિંગ લુક ચાહકોને 1990ના દાયકાના અંત અને 2000ના દાયકાની શરૂઆતના તેના ગોલ્ડન પીરિયડની યાદ અપાવતો હતો.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ડેવિડ ધવન અને વરુણ ધવન પોતે સલમાન ખાનને આવકારીને વેન્યુની અંદર લઈ જતા જોવા મળે છે. ત્યારબાદ ત્રણેય કલાકારોએ મીડિયાના કેમેરા સામે ઉભા રહીને ઘણા શાનદાર પોઝ પણ આપ્યા હતા.

વર્ષ 1999ની સુપરહિટ ફિલ્મ 'બીવી નંબર 1'નું છે આ ગીત

સલમાન ખાને મારેલો આ કટાક્ષ વર્ષ 1999માં આવેલી તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'બીવી નંબર 1'ના એવરગ્રીન ગીત 'ચુનરી ચુનરી' સંદર્ભે હતો. આ ઓરિજિનલ ગીત સલમાન ખાન અને સુષ્મિત સેન પર ફિલ્માવવામાં આવ્યું હતું, જે આજે આટલા વર્ષો પછી પણ લગ્નો અને પાર્ટીઓમાં એટલું જ લોકપ્રિય છે. હવે આ જ ગીતને વરુણ ધવનની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માટે ફરીથી રીક્રીએટ કરવામાં આવ્યું છે, જેમાં વરુણની સાથે પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર ડાન્સ કરતી જોવા મળશે.

સલમાનના ગીતોનું રીમેક વરુણ માટે નવું નથી

આ પહેલીવાર નથી જ્યારે વરુણ ધવને સલમાન ખાનના કોઈ જૂના લોકપ્રિય ગીતને પોતાની ફિલ્મમાં સ્થાન આપ્યું હોય. આ અગાઉ વર્ષ 2017માં આવેલી ફિલ્મ 'જુડવા 2'માં વરુણ સલમાનની ઓરિજિનલ ફિલ્મ 'જુડવા'ના બે સુપરહિટ ગીતો 'ચલતી હૈ ક્યા 9 સે 12' અને 'ઊંચી હૈ બિલ્ડિંગ'ના રીમેક વર્ઝન પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપી ચૂક્યો છે. આ સંયોગ જ છે કે 'જુડવા 2'નું નિર્દેશન પણ વરુણના પિતા ડેવિડ ધવને જ કર્યું હતું.