Entertainment

સલમાન સાથે કામ કરનારી અભિનેત્રી ચાલીમાં રહેવા મજબૂર, પતિએ પણ તરછોડી દીધી...

By GS Team
6 May 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડના 'સુલતાન' સલમાન ખાને અત્યાર સુધી અનેક નવા ચહેરાઓને ફિલ્મી દુનિયામાં લોન્ચ કર્યા છે. જેમાંથી કેટલાક સ્ટાર્સ સફળતાના શિખરો પર પહોંચ્યા, તો કેટલાક સમય જતાં ખોવાઈ ગયા. આવું જ એક નામ છે પૂજા ડડવાલ, જેણે એક સમયે સલમાન ખાન સાથે પોતાની કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ આજે તે અત્યંત ગરીબી અને કપરી પરિસ્થિતિમાં જીવી રહી છે. તેની પાસે રહેવા માટે સારું ઘર કે ગુજારા માટે પૂરતા પૈસા પણ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સલમાન સાથે કામ કરનારી અભિનેત્રી ચાલીમાં રહેવા મજબૂર, પતિએ પણ તરછોડી દીધી...

Salman Khan's Former Co-Star Pooja Dadwal: બોલિવૂડના 'સુલતાન' સલમાન ખાને અત્યાર સુધી અનેક નવા ચહેરાઓને ફિલ્મી દુનિયામાં લોન્ચ કર્યા છે. જેમાંથી કેટલાક સ્ટાર્સ સફળતાના શિખરો પર પહોંચ્યા, તો કેટલાક સમય જતાં ખોવાઈ ગયા. આવું જ એક નામ છે પૂજા ડડવાલ, જેણે એક સમયે સલમાન ખાન સાથે પોતાની કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ આજે તે અત્યંત ગરીબી અને કપરી પરિસ્થિતિમાં જીવી રહી છે. તેની પાસે રહેવા માટે સારું ઘર કે ગુજારા માટે પૂરતા પૈસા પણ નથી.

સલમાન સાથે ડેબ્યૂ છતાં ન ચમકી કિસ્મત

પૂજા ડડવાલે વર્ષ 1995માં માત્ર 17 વર્ષની ઉંમરે ફિલ્મ 'વીરગતિ'થી ઈન્ડસ્ટ્રીમાં કદમ મૂક્યો હતો. સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરવી એ તેના માટે એક સપના સમાન હતું. જોકે 'વીરગતિ' બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી, પણ પૂજાના અભિનયના વખાણ થયા હતા. માનવામાં આવતું હતું કે તે બોલિવૂડમાં લાંબી મજલ કાપશે, પરંતુ સલમાન સાથે ડેબ્યૂ કરવા છતાં તેની કિસ્મત ચમકી નહીં. કેટલીક ફિલ્મો બાદ સફળતા ન મળતા તેણે ટીવીમાં કામ કર્યું, પણ ત્યાં પણ નિષ્ફળતા મળતા તે શોબિઝની ચકાચૌંધથી દૂર થઈ ગઈ.

મુશ્કેલ સમયમાં પતિએ પણ છોડ્યો સાથ

અહેવાલો અનુસાર, પૂજા લગ્ન કરીને પતિ સાથે ગોવામાં સ્થાયી થઈ હતી અને ત્યાં કસીનો ચલાવતી હતી. પરંતુ વર્ષ 2018માં તેની જિંદગીમાં દુઃખદ વળાંક આવ્યો જ્યારે તેને ટીબી (TB)ની બીમારી થઈ. આ બીમારીએ તેને શારીરિક અને માનસિક રીતે તોડી નાખી. સૌથી કરુણ વાત એ રહી કે આ મુશ્કેલ સમયમાં તેના પતિ અને સાસરી પક્ષના સભ્યોએ તેને એકલા છોડી દીધી. આર્થિક મદદ વિના મુંબઈની સરકારી હોસ્પિટલમાં તેની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી.

જ્યારે સલમાન ખાન દેવદૂત બનીને આવ્યો

પૂજા પાસે ઈલાજ અને દવા માટે પણ પૈસા નહોતા ત્યારે તેણે એક વીડિયો શેર કરીને મદદની વિનંતી કરી હતી. આ સમાચાર મળતા જ સલમાન ખાને મદદનો હાથ લંબાવ્યો અને સતત 6 મહિના સુધી તેના ઈલાજનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. પૂજાએ બાદમાં પોતાની જાન બચાવવા માટે સલમાન ખાનનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: 3 ઇડિયટની સીકવલ માટે વિક્કી કૌશલનું નામ ચર્ચામાં

ચાલીમાં રહીને ટિફિન સર્વિસથી કરે છે ગુજરાન

બીમારીમાંથી સાજા થયા પછી પણ પૂજાનો સંઘર્ષ પૂરો થયો નથી. હાલમાં તે મુંબઈની એક નાની ચાલીમાં રહે છે. ગુજરાન ચલાવવા માટે તેણે હાઉસહેલ્પર તરીકે પણ કામ કર્યું છે. વર્ષ 2020માં તેણે પંજાબી ફિલ્મ દ્વારા વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં સફળતા મળી નહીં. આજે તે એક નાની ટિફિન સર્વિસ ચલાવીને અત્યંત સાદગીભર્યું જીવન વિતાવી રહી છે.