Entertainment

સલમાન ખાન સ્વભાવે ભોળો પણ એક્સના ઘર નીચે જઈ બૂમો પાડતો... બાળપણના મિત્રનો દાવો

By GS Team
10 Feb 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડમાં એવી મિત્રતા ભાગ્યે જ જોવા મળે છે જે વર્ષો સુધી ટકી રહે છે. માસ્ટર રાજુ (રાજુ શ્રેષ્ઠા) અને સુપરસ્ટાર સલમાન ખાન વચ્ચેની દોસ્તી આવી જ એક મિસાલ છે. બંનેએ પોતાનું બાળપણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક સાથે વિતાવ્યું અને સાથે મોટા થયા હતા. તાજેતરમાં રાજુએ સલમાનના સ્વભાવ અને તેના વિવાદો વિશે વાત કરી અને મોટા ખુલાસા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સલમાન ખાન સ્વભાવે ભોળો પણ એક્સના ઘર નીચે જઈ બૂમો પાડતો... બાળપણના મિત્રનો દાવો

Raju Shreshtha on Salman Khan: બોલિવૂડમાં એવી મિત્રતા ભાગ્યે જ જોવા મળે છે જે વર્ષો સુધી ટકી રહે છે. માસ્ટર રાજુ (રાજુ શ્રેષ્ઠા) અને સુપરસ્ટાર સલમાન ખાન વચ્ચેની દોસ્તી આવી જ એક મિસાલ છે. બંનેએ પોતાનું બાળપણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક સાથે વિતાવ્યું અને સાથે મોટા થયા હતા. તાજેતરમાં રાજુએ સલમાનના સ્વભાવ અને તેના વિવાદો વિશે વાત કરી અને મોટા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે સલમાન હંમેશા ખુલ્લા દિલનો વ્યક્તિ રહ્યો છે જે લોકો ઘણીવાર માને છે તેનાથી વિપરીત છે. તેમણે સલમાનના ગુસ્સાવાળા સ્વભાવ વિશે પણ કેટલાક કિસ્સાઓ પણ શેર કર્યા અને જણાવ્યું કે, સલમાન દિમાગથી નહીં દિલથી નિર્ણયો લે છે. 

બ્લેક બક કેસ દરમિયાન સલમાન ખૂબ જ તણાવમાં હતો

એક ઈન્ટરવ્યુમાં રાજુએ ખુલાસો કર્યો કે, હું સલમાનને ફિલ્મ 'બાગી' (1985) થી પણ પહેલાથી જાણું છું. 1998ના બ્લેક બક કેસ દરમિયાન સલમાન ખૂબ જ તણાવમાં હતો. તેના પર રાજુએ કહ્યું કે, તે અંદરથી ખૂબ જ પરેશાન હતો, પરંતુ તેણે તે તેના ચહેરા પર દેખાડ્યું નહીં. તે સમયે સલમાનના ઘણા પૈસા કોર્ટ કેસ અને મોટા વકીલો પર ખર્ચાઈ રહ્યા હતા. તેણે મને કહ્યું હતું કે, મારી કમાણીનો મોટો ભાગ આમાં જ જતો રહે છે. તે હંમેશા કહેતો હતો કે તે નિર્દોષ છે, પરંતુ તેને સાબિત કરવા માટે તેને ખૂબ તણાવ સહન કરવો પડ્યો. તે આ બધુ નહોતું કરવા માગતો હતો.

સલમાન ખાન સ્વભાવે ભોળો છે

સલમાનના સ્વભાવ પર વાત કરતા રાજુએ કહ્યું કે, 'તે ખૂબ જ બિન્દાસ વ્યક્તિ છે. તે વિચાર્યા વિના બોલી દે છે અને મિત્રતા પણ કરી લે છે. તે સ્વભાવે ખૂબ જ ભોળો છે. ન તો તે ચાલાક છે અને ન તો તે ચાલાકી કરે છે. આ જ કારણ છે કે તે ઘણીવાર વિવાદોમાં ફસાઈ જાય છે.'

એક્સ ગર્લફ્રેન્ડના ઘર નીચે જઈ બૂમો પાડતો

રાજુએ એ પણ સ્વીકાર્યું કે, સલમાને તેના જીવનમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો છે, પરંતુ આ સાથે જ તેનો બચાવ કરતા કહ્યું કે, સલમાન પોતાની લાગણીઓને કાબૂમાં નથી રાખી શકતો. ક્યારેક-ક્યારેક તે કોઈના ઘરની નીચે ઉભો રહીને ગાળો આપી દેતો હતો, કોઈ એક્સ ગર્લફ્રેન્ડના ઘરની બહાર બૂમો પાડતો હતો. તે ગુસ્સામાં હાથ પણ ઉઠાવી દેતો હતો. પરંતુ તે હૃદયથી ખૂબ જ સારો વ્યક્તિ છે. તે દિમાગથી નહીં પણ દિલથી કામ કરે છે.

આ પણ વાંચો: નવરંગપુરામાં આવેલા બંધ ફ્લેટમાંથી રૂ.23 લાખની ચોરી, તસ્કરો સોના-ચાંદીના દાગીના અને વિદેશી ચલણ લઈ ફરાર

જોકે, રાજુએ કોઈ ખાસ ઘટનાનનું નામ નથી લીધુ, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઈશારો 2002માં એશ્વર્યા સાથે બ્રેકઅપ બાદ તેના ઘર બહાર થયેલા હંગામા તરફ હતો.