VIDEO: 'દબંગ' સ્ટાઈલમાં નવી ફિલ્મના સેટ પર સલમાન ખાનની એન્ટ્રી, મુંબઈમાં શૂટિંગ શરૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Salman Khan Dabangg Style Entry Video Viral: સલમાન મોટા પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. સાઉથ ફિલ્મમેકર વામશી પૈદિપલ્લી સાથે મળીને બનાવવામાં આવી રહેલી સલમાનની નવી ફિલ્મ 2027માં ઈદ પર રિલીઝ થવાની છે. આમ, સલમાને ડાયરેક્ટર વામશીની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટમાં સલમાનની સાથે સાઉથની હસીના નયનતારા છે. ગત 18 એપ્રિલના રોજ મુંબઈમાં પરંપરાગત પૂજા-મુહૂર્ત બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને ફિલ્મના લીડ સ્ટાર્સ પણ હાજર હતા. પ્રોડ્યુસર દિલ રાજુએ આ પ્રસંગનો એક વીડિયો યુટ્યુબ પર શેર કર્યો હતો. જેમાં 'દબંગ' સ્ટાઈલમાં નવી ફિલ્મના સેટ પર સલમાન ખાનની એન્ટ્રી જોવા મળી હતી.
'દબંગ' સ્ટાઈલમાં નવી ફિલ્મના સેટ પર સલમાન ખાનની એન્ટ્રી
વીડિયોમાં સલમાનની આગામી ફિલ્મનો સેટ જોવા મળી છે. જ્યાં ડાયરેક્ટર વામશી અને પ્રોડ્યુસર ટીમ સાથે પૂજા કરવા પહોંચે છે. આ પછી દિલ રાજુ ક્લેપબોર્ડ વગાડીને શૂટિંગ શરૂ થવાનો સંકેત આપે છે. થોડા સમય પછી ફિલ્મની હીરોઈન નયનતારાની સેટ પર એન્ટ્રી થાય છે.
આ બધા પછી સલમાન સેટ પર જોવા મળે છે. જેમાં એક્ટર સાથે ગાડીઓનો કાફલો પહોંચે છે. તેવામાં સલમાન કારમાંથી બહાર નીકળે છે, આ ક્ષણે સલમાનની લોકપ્રિય ફિલ્મ 'દબંગ'નો ડાયલોગ વાગે છે. પછી, સલમાન પહેલા ડાયરેક્ટર વામશીને મળે છે અને તેને ગળે લગાવે છે.
સલમાનની નવી ફિલ્મની સ્ટાર કાસ્ટ અપડેટ
સલમાન અને નયનતારા અભિનીત આ ફિલ્મને મોટા પાયે એક્શન એન્ટરટેઈનર તરીકે રજૂ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડાયરેક્ટર વામશીએ સલમાન માટે પાવરફૂલ રોલ લખ્યો છે. જો કે, ફિલ્મના વાસ્તવિક પ્લોટ અને સ્ટાર કાસ્ટને લઈને હજુ પણ સસ્પેન્સ છે. થોડા સમય પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, રાજપાલ યાદવ ફિલ્મમાં સલમાનના રાઈટ હેન્ડ તરીકે રોલ કરશે. જો કે, હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી.
ડાયરેક્ટર વામશીએ જુનિયર એનટીઆર, પ્રભાસ, રામ ચરણ, મહેશ બાબુ અને અલ્લુ અર્જુન જેવા મેગાસ્ટાર્સ માટે મોટી હિટ ફિલ્મો આપી છે.









