Entertainment

એક સાથે જોવા મળ્યા સલમાન-આમિર-અક્ષર અને અજય દેવગણ, ફોટો વાઈરલ થતાં જ ફેન્સે પૂછ્યું- 'શાહરૂખ કેમ નહીં?'

By GS Team
2 Feb 20262 mins read
TukuTouch Logo
જ્યારે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર એકજ ફ્રેમમા જોવા મળે ત્યારે ચર્ચા થવી સ્વભાવિક છે. તાજેતરમાં એક એવીજ તસવીર સામે આવી છે જેમાં સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન પહેલી વખત મેગેઝિનના કવર પેજમાં એક સાથે દેખાયા છે. ચાર સુપરસ્ટાર્સની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં એક ફેન્સે પૂછ્યું કે, 'આમાં શાહરૂખ કેમ નહીં?'

Summarized by AI; it may make mistakes. Check important info

એક સાથે જોવા મળ્યા સલમાન-આમિર-અક્ષર અને અજય દેવગણ, ફોટો વાઈરલ થતાં જ ફેન્સે પૂછ્યું- 'શાહરૂખ કેમ નહીં?'

Salman, Aamir, Akshay, Ajay In Variety Magazine Cover : જ્યારે બોલિવૂડના સૌથી મોટા સ્ટાર એકજ ફ્રેમમા જોવા મળે ત્યારે ચર્ચા થવી સ્વભાવિક છે. તાજેતરમાં એક એવીજ તસવીર સામે આવી છે જેમાં સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન પહેલી વખત મેગેઝિનના કવર પેજમાં એક સાથે દેખાયા છે. ચાર સુપરસ્ટાર્સની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં એક ફેન્સે પૂછ્યું કે, 'આમાં શાહરૂખ કેમ નહીં?'

વેરાયટી મેગેઝિનના તાજેતરના કવર ફોટોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. પહેલીવાર આમિર, સલમાન, અજય અને અક્ષય કુમાર એક ફ્રેમમાં સાથે જોવા મળ્યા છે, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જોકે, ફોટો જોયા પછી લોકો શાહરૂખ ખાનની ગેરહાજરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. 

આ ખાસ કવર ફોટોમાં અક્ષય કુમાર સોફા પર આરામથી બેઠેલા જોવા મળે છે, જ્યારે સલમાન ખાન, આમિર ખાન અને અજય દેવગન તેની પાછળ ઉભા છે.

સિનેમાની પરિભાષા બદલાઈ

વેરાયટી ઈન્ડિયાએ આ કવર દ્વારા આ સ્ટાર્સને એવા કલાકારો તરીકે રજૂ કર્યા જેમણે ફક્ત સ્ટારડમ જ નહીં પરંતુ સિનેમાની પરિભાષા બદલી નાખી છે. આ જ કારણ છે કે, આ ફોટો ફક્ત મેગેઝિન કવર જ નહીં, પણ બોલિવૂડના ઇતિહાસમાં એક ખાસ ક્ષણ બની છે. આ ગ્રુપ ફોટો સામે આવતાની સાથે જ સૌથી વધુ સવાલ એ થઈ રહ્યો છે કે, "શાહરૂખ ખાન ક્યાં છે?" ચાહકોએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા કહ્યું કે, શાહરૂખ ખાન વિના આ ફોટો અધૂરો છે.

આ પણ વાંચો: સરનેમ સાંભળતા જ મને નોકરીમાંથી કાઢી મૂકતાં...', બોલિવૂડના જાણીતા પરિવારના કરોડપતિ સિંગરનું દર્દ

શાહરૂખ ખાનની ગેરહાજરી

ઘણા યુઝર્સે ટિપ્પણી કરી કે, જો શાહરૂખ ખાન પણ ફ્રેમમાં હોત તો કવર ફોટો વધુ યાદગાર હોત. કેટલાકે તેને ચાર સ્તંભોનું ચિત્ર ગણાવ્યું, જ્યારે ઘણા ચાહકોએ આ યાદીમાં શાહરૂખ અને ઋતિક રોશનનો સમાવેશ કરવાનું સૂચન કર્યું. કવર મેગેઝિનના પ્રથમ ભારતીય એડિશનનું ભવ્ય લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. એક યુઝરે ટિપ્પણી કરી કે શાહરૂખ ખાન કમી વર્તાઈ રહી છે.