સરનેમ સાંભળતા જ મને નોકરીમાંથી કાઢી મૂકતાં...', બોલિવૂડના જાણીતા પરિવારના કરોડપતિ સિંગરનું દર્દ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amaal Mallik: બોલિવૂડના જાણીતા પરિવારના કરોડપતિ સિંગર અને બિગ બોસ 19 ફેમ અમાલ મલિક માટે કરિયરના આ મુકામ પર પહોંચવું સરળ નહોતું. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો કે, મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ફેમિલી બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ તેને પોતાની ઓળખ બનાવવમાં કેવી રીતે 10 વર્ષથી વધુ સમય લાગ્યો.
અમાલ મલિક 'ચલે આના', 'કર ગઈ ચુલ' અને 'હુઆ હૈ આજ પહેલી બાર' જેવા ગીતો બનાવવા માટે જાણીતો છે, જેને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે. હવે અમાલ મલિકનું કહેવું છે કે, મારા માટે આ આખો ખેલ સરનેમના કારણે બગડ્યો, કારણ કે સરનેમ સાંભળીને જ મને કામમાંથી કાઢી મૂકતાં હતા.'
અમાલ મલિકે 15 વર્ષની વયથી શરૂ કર્યો હતો સંઘર્ષ
સિંગર અમાલ મલિકે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પોતાના કરિયરના શરૂઆતના દિવસો અને પડકારો વિશે ખુલીને વાત કરી. તેણે કહ્યું કે, '15 વર્ષની ઉંમરથી લઈને 25 વર્ષ સુધી જે મેં 10 વર્ષોમાં જોયું હતું તેને સામાન્ય રીતે લોકો અલગ રીતે જોઈ છે. પરંતુ મારા માટે તે બધું ખૂબ જ સારું હતું કારણ કે તે બધા સંઘર્ષો, તે બધી મુશ્કેલીઓ, તે બધા અવરોધો મારા જીવનના શરૂઆતના તબક્કામાં જ આવ્યા.'
તેણે આગળ કહ્યું કે, 'મેં 15 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું કે, હું આસિસ્ટન્ટ બની શકે અથવા તો રનર જ બની શકું. હું ફિલ્મોના પોસ્ટ પ્રોડક્શન માટે હાર્ડ ડિસ્ક લઈ જતો હતો અથવા તો કોઈ પણ એવું કામ કરવા લાગતો હતો જેનાથી થોડી-ઘણી કમાણી થઈ શકે, કારણ કે એક દીકરો તરીકે મારે આ કરવું જ પડતું હતું.'
અમાલ મલિક માટે સરનેમ બની મુસીબત?
બિગ બોસ 19ના પૂર્વ સ્પર્ધક અમાલે ખુલીને જણાવ્યું કે, કેવી રીતે લોકો મારા પરિવાર વિશે જાણતા જ મને નોકરીમાંથી કાઢી મૂકતા હતા. ક્યાંક મને આસિસ્ટન્ટની નોકરી મળતી હતી, પરંતુ તેમને મારું સરનેમ મલિક હોવાની જાણ થતાં જ તેઓ મને નોકરીમાંથી કાઢી મૂકતા હતા. તેઓ એમ વિચારીને મને કાઢી મૂકતા હતા કે, અરે, આ પરિવારમાંથી છે અને ક્યાંક અમારું મ્યૂઝિક વેચી ન દે. તેમની આવી જ એક વિચારસરણી હતી. તો આ બધું મારા અને મારા ભાઈ (અરમાન મલિક) ની વિરુદ્ધ ગયું. એવું નહોતું કે નામ છે તો બધું થાળીમાં સજાવીને મળી ગયું.'









