Entertainment

ભોપાલને યુરોપ જેવું બનાવવાનું સપનું હતું સૈફની પરનાની બેગમ સુલતાનજહાંનું, 30 વર્ષ શાસન કર્યું

By GS Team
23 Jan 20253 mins read
This article was originally published on 23 Jan 2025
TukuTouch Logo
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હવે ઘરે આવી ગયો છે. લીલાવતી હોસ્પિટલમાં થયેલી સર્જરી બાદ તે રિકવર કરી રહ્યો છે. એક્ટર પર ધારદાર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. સૈફ માત્ર ફિલ્મી પરિવારથી નહીં પરંતુ ક્રિકેટ ફેમિલી અને એક શાહી કુળ સાથે સંબંધ ધરાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભોપાલને યુરોપ જેવું બનાવવાનું સપનું હતું સૈફની પરનાની બેગમ સુલતાનજહાંનું, 30 વર્ષ શાસન કર્યું

Image: Facebook

Begum Sultan Jahan: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હવે ઘરે આવી ગયો છે. લીલાવતી હોસ્પિટલમાં થયેલી સર્જરી બાદ તે રિકવર કરી રહ્યો છે. એક્ટર પર ધારદાર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. સૈફ માત્ર ફિલ્મી પરિવારથી નહીં પરંતુ ક્રિકેટ ફેમિલી અને એક શાહી કુળ સાથે સંબંધ ધરાવે છે. પટૌડી શાહી ખાનદાનનો સૈફ અલી ખાન વારસદાર છે. સૈફનો પરિવાર મધ્યપ્રદેશના નવાબ સાથે પણ સંબંધ ધરાવે છે. ભોપાલના પૂર્વ શાસકોમાં એક નામ જે ઈતિહાસમાં ખોવાઈ ગયું છે કે એમ કહી શકાય કે અવગણવામાં આવ્યું છે તે છે બેગમ સુલતાન જહાં નું. આ ભોપાલના અંતિમ મહિલા નવાબ હતા જે ઐતિહાસિક રાજધાનીને એક યુરોપીય શહેરમાં બદલવા ઈચ્છતા હતાં અને અમુક હદ સુધી આવું કરવામાં સફળ રહ્યાં. 

30 વર્ષ સુધી કર્યું શાસન

સરકાર અમ્માન જેને બાદમાં સુલતાન જહાંના નામથી ઓળખવામાં આવ્યા. તેમનો જન્મ 9 જુલાઈ 1858 એ ભોપાલમાં થયો હતો. નવાબ બેગમ સુલતાન શાહજહાં અને તેમના પતિ બાકી મુહમ્મદ ખાન બહાદુરના ઘરમાં તેમનો જન્મ થયો હતો. ભોપાલના નવાબના એકમાત્ર જીવિત સંતાન તરીકે સુલતાન જહાંને તેમના દાદી સિકંદર બેગમના મૃત્યુ અને 1868માં તેમની માતાના સિંહાસન પર ઉત્તરાધિકાર બાદ ભોપાલ મુસનદના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ 1901માં પોતાના માતાના નિધન બાદ સુલતાન જહાં ભોપાલની ગાદી પર બેઠા અને દાર-ઉલ-ઈકબાલ-એ-ભોપાલના નવાબ બેગમ બની ગયા. બેગમ સુલતાન જહાંનું વર્ષ 1930માં મૃત્યુ થયું. લગભગ 30 વર્ષ સુધી તેમણે રાજ્ય પર શાસન કર્યું. 

આ પણ વાંચો: સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનારા ઑટો ડ્રાઈવરને મળ્યું ઈનામ, જાણો એક્ટરે શું આપ્યું

રોલ્સ રોયસ કાર માટે હતો જુસ્સો

બેગમ સુલ્તાન જહાં બેગમને રોલ્સ રોયલ કારનો શોખ હતો અને તે સમયે તેમની પાસે ત્રણ મોંઘી ગાડીઓ હતી. તે સમયે આ મશીનની દુનિયામાં ખૂબ દુર્લભ હતું. તેમની પાસે ત્રણ રોલ્સ રોયસ કાર હતી. આ તેમની શાહી જીવનશૈલીને દર્શાવે છે. કહેવાય છે કે તે માત્ર પોતાના શોખ પૂરા કરવામાં વ્યસ્ત રહેતાં નહોતાં. તેમણે શિક્ષણને પણ ખૂબ મહત્ત્વ આપ્યું. તેમનું નામ આજે પણ શિક્ષણ, પ્રગતિ અને નવાવિચાર સાથે જોડાયેલું છે. સમાજને શિક્ષિત કરવા પર તેમનું ખાસ જોર રહ્યું. 

નવાબ બેગમનો સૈફ અલી ખાન સાથે સંબંધ

બેગમ સુલતાન જહાં સૈફ અલી ખાનના પરનાની હતાં. બેગમના એકમાત્ર પુત્ર અને ઉત્તરાધિકારી હમીદુલ્લાહ ખાનના પુત્રી સાજિદા સુલ્તાનના લગ્ન પટૌડીના નવાબ ઈફ્તિખાર અલી ખાન સાથે થયા હતા. જે સૈફ અલીના દાદા અને મંસૂર અલી ખાન પટૌડીના પિતા હતાં. બાદમાં મંસૂરના લગ્ન અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે થયા હતા. 

એએમયુના પહેલા ચાન્સેલર

બેગમ સુલતાન જહાંને 1920 માં એએમયુની સ્થાપનાના સમયે તેના પહેલા ચાન્સેલર નિમણૂક કરવામાં આવ્યા હતા અને 1930માં તેમના મૃત્યુ સુધી તેઓ આ પદ પર રહ્યાં. તેમના મૃત્યુ બાદ તેમના પુત્ર હમીદુલ્લાહ ખાને ગાદી સંભાળી અને ભોપાલના અંતિમ નવાબ બન્યા. તેઓ ત્યાં સુધી નવાબ રહ્યાં જ્યાં સુધી ભારતની આઝાદીના લગભગ એક દાયકા બાદ 1956માં શહેરનો મધ્ય પ્રદેશમાં વિલય થયો.