Get The App

સૈફની 3 વરસથી ડબ્બાબંધ ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
સૈફની 3 વરસથી ડબ્બાબંધ  ફિલ્મ કર્તવ્ય સીધી ઓટીટી પર આવશે 1 - image

- થિયેટરમાં રીલિઝની હિંમત ન ચાલી

- શાહરૂખ ખાન પ્રોડયૂસર હોવા છતાં ફિલ્મ લાંબા સમયથી અટકી પડી હતી

મુંબઇ : સૈફ અલી ખાનની ત્રણ વરસથી અભેરાઇએ ચડી ગયેલી ફિલ્મ 'કર્તવ્ય' હવે સીધી  ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે.  

આ ફિલ્મ શાહરુખ ખાને પોતાની કંપની રેડ ચિલીઝનાં બેનર હેઠળ બનાવી છે. 

'કર્તવ્ય'માં સૈફ અલી ખાન ઉપરાંત રશ્મિકા દુગ્ગલ, ઝાકિર હુસૈન અને સંજય મિશ્રા જેવા કલાકારો નો સમાવેશ થાય છે. 

આ ફિલ્મના નિર્માણમાં અનેક વિધ્નો આવ્યાં હતાં. તેનું પ્રોડક્શન શિડયૂલ સતત ઠેલાતું રહ્યું હતું. છેવટે શાહરુખ કે સલમાન કોઈનેય આ પ્રોજેક્ટમાં રસ રહ્યો ન હતો.આથી ફિલ્મ થિયેટરમાં રીલિઝ કરવાને બદલે સીધી એક ઓટીટી પ્લેટફોર્મને વેચી દેવામાં આવી છે.