Entertainment

સૈફ અલી ખાનને ન્યૂડ સીન ઓફર થયો હતો, કહ્યું - ઈનકાર કરવાનો આજ સુધી પસ્તાવો

By GS Team
9 Jul 20264 mins read
TukuTouch Logo
બોલિવૂડની ક્લાસિક ફિલ્મ 'ઓમકારા'ના 20 વર્ષ પૂરા થવા પર સૈફ અલી ખાને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે તેમને ફિલ્મના એક મહત્ત્વના સીન માટે ન્યૂડ થવાનું કહ્યું હતું. સૈફને આ આઈડિયા રસપ્રદ લાગ્યો, પણ સેટ પર લોકો હોવાથી સંકોચ થયો. તેણે મજાકમાં વિશાલને પણ ન્યૂડ ડાયરેક્ટ કરવાની શરત મૂકી. સૈફને આજે પણ તે સીન ન કરવાનો અફસોસ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૈફ અલી ખાનને ન્યૂડ સીન ઓફર થયો હતો, કહ્યું - ઈનકાર કરવાનો આજ સુધી પસ્તાવો

Saif Ali Khan on Nude Scebe: બોલિવૂડ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની માસ્ટરપીસ ફિલ્મ ‘ઓમકારા’ને રિલીઝ થયાને 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આજે પણ આ ફિલ્મને હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી શ્રેષ્ઠ અને કલ્ટ ક્લાસિક ફિલ્મોમાં ગણવામાં આવે છે. આ ફિલ્મમાં ‘લંગડા ત્યાગી’ના નકારાત્મક પાત્રમાં અભિનેતા સૈફ અલી ખાને જે ધારદાર અભિનય કર્યો હતો, તેને ફેન્સ અને વિવેચકો આજે પણ યાદ કરે છે. આ દરમિયાન સૈફ અલી ખાને આ ફિલ્મ સાથે જોડાયેલો એક એવો ચોંકાવનારો કિસ્સો શેર કર્યો છે, જેને જાણીને સિનેમાપ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ જશે.

સૈફ અલી ખાન કરવાનો હતો ન્યૂડ સીન

તાજેતરમાં આપેલા એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં સૈફે ખુલાસો કર્યો કે ફિલ્મના એક અત્યંત મહત્ત્વના અને પાવરફુલ દૃશ્યના શૂટિંગ દરમિયાન નિર્દેશક વિશાલ ભારદ્વાજે તેમને પૂછ્યું હતું કે શું તેઓ આ સીન કપડાં વગર એટલે કે ન્યૂડ થઈને કરવા માટે તૈયાર છે?

સૈફે તે ઘટના યાદ કરતા જણાવ્યું કે,

"એક ઘણો લાંબો અને ઇન્ટેન્સ સીન હતો, જેમાં મારે અરીસાની બરાબર સામે ઊભા રહેવાનું હતું. વિશાલજીએ અચાનક મને પૂછ્યું કે, ‘શું તું આ સીન ન્યૂડ થઈને કરીશ?’ મને પર્સનલી આ આઈડિયા ખૂબ જ રસપ્રદ અને પાત્રની માનસિકતા સાથે બંધબેસતો લાગ્યો. પરંતુ તે સમયે સેટ પર ઘણા બધા લોકો હાજર હોવાથી મને થોડો સંકોચ અને ખચકાટ થયો. મેં મજાકમાં વિશાલજીને શરત મૂકી કે ‘જો તમે પણ મને ન્યૂડ થઈને ડાયરેક્ટ કરશો, તો હું પણ ચોક્કસપણે આ રીતે સીન કરી લઈશ.’ આ સાંભળીને વિશાલજી જોરથી હસી પડ્યા અને કહ્યું, ‘ના ભાઈ, હું એવું નહીં કરું.’ અને બસ, ત્યાં જ એ વાત પૂરી થઈ ગઈ."

સૈફે ખૂબ જ પ્રામાણિકતાથી સ્વીકાર્યું કે હવે તેને લાગે છે કે તે સીન કરી લેવો જોઈએ હતો અને તેનો તેને આજે પણ થોડો અફસોસ છે. તેણે ઉમેર્યું કે, "આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો મને લાગે છે કે કલાકાર તરીકે મને આમાં કોઈ જ તકલીફ ન પડી હોત. જો એ સીનને પાછળથી માત્ર પડછાયો દેખાય તે રીતે શૂટ કરવામાં આવ્યો હોત, તો કદાચ લંગડા ત્યાગીનો એ ગુસ્સો સ્ક્રીન પર વધુ ખતરનાક અને અસરકારક દેખાયો હોત. તે સમયે અમે કંઈક નવું અને આઉટ ઓફ ધ બોક્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો આજે મને આવો કોઈ મોકો મળે તો હું જરાય ખચકાયા વિના ચોક્કસપણે એવો સીન કરીશ."

છેલ્લી મિનિટે આખો સીન બદલી દેવાયો

સૈફે જણાવ્યું કે શરૂઆતમાં આ દૃશ્ય માટે સ્ક્રિપ્ટમાં એક લાંબો સંવાદ લખવામાં આવ્યો હતો, જેમાં તેનું પાત્ર પોતાના મનમાં ચાલતા બદલાની ભાવના વિશે બોલતું હતું. પરંતુ શૂટિંગ શરૂ થવાની થોડી જ મિનિટો પહેલાં જાદુઈ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે આખો સીન જ બદલી નાખ્યો. આ વિશે સૈફે કહ્યું,

"વિશાલજીએ મને સેટ પર આવીને કહ્યું કે હવે તારે આ સીનમાં કોઈ જ સંવાદ બોલવાનો નથી. તેણે મારા હાથમાં હથોડા જેવું એક ભારે લોખંડનું સાધન આપ્યું અને કહ્યું કે બસ અરીસાની સામે ઊભા રહીને તારા પૂરા ગુસ્સા સાથે તેને તોડી નાખ. અરીસો તૂટશે, તારા હાથમાંથી લોહી નીકળશે અને એ જ લોહીને તારે તારા કપાળ પર તિલકની જેમ લગાવી લેવાનું છે. બસ, આ જ તારો આખો સીન છે. તે ક્ષણે મને સમજાયું કે એક પણ શબ્દ બોલ્યા વગર પણ આંખો અને હાવભાવથી સંપૂર્ણ ગુસ્સો અને બદલો કેવી રીતે દર્શાવી શકાય છે."

આમિર ખાનને ઓફર થયું હતું આ પાત્ર

ઇન્ટરવ્યૂ દરમિયાન સૈફ અલી ખાને એ જૂની ચર્ચા પર પણ મહોર લગાવી, જેમાં કહેવામાં આવતું હતું કે લંગડા ત્યાગીનું આ આઇકોનિક પાત્ર પહેલા આમિર ખાનને ઓફર કરવામાં આવ્યું હતું. સૈફે જણાવ્યું કે, "હા, વિશાલજીએ મને વાત કરી હતી કે આમિર આ પાત્ર ભજવવા માટે ઘણો ઉત્સુક હતો, પરંતુ તે સ્ક્રિપ્ટ અને કેરેક્ટરને લઈને ખૂબ જ સવાલો પૂછતો હતો અને વાર્તામાં કેટલીક બાબતો પોતાના હિસાબે બદલવા માંગતો હતો. જોકે, વિશાલજી વાર્તાના મૂળ હાર્દને તે દિશામાં લઈ જવા નહોતા માંગતા. તેથી આખરે તેમણે મને ફોન કરીને આ રોલ ઓફર કર્યો, જે મારા કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો."

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન છેલ્લે સુપરહિટ ફિલ્મ ‘કર્તવ્ય’માં પાવરફુલ રોલમાં જોવા મળ્યા હતા, પરંતુ ‘ઓમકારા’ના લંગડા ત્યાગીએ હિન્દી સિનેમાના વિલનની વ્યાખ્યા કાયમ માટે બદલી નાખી હતી.