ઇન્ડોનેશિયાનાં 1 હજાર વર્ષ પ્રાચીન હિન્દુ મંદિરનાં દર્શને નરેન્દ્ર મોદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આ મંદિર યોગ્યાકર્તા નગરથી 17 કિ.મી. ઉત્તર પૂર્વમાં આવેલું છે : યુનેસ્કોએ વિશ્વ વિરાસતમાં સ્થાન આપ્યું છે તેના જિર્ણોદ્ધારમાં ભારત સહાય કરે છે
જાકાર્તા / નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ઇન્ડોનેશિયાની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે બુધવારે તેઓ ૯નાં પ્રમ્બાનન મંદિરનાં દર્શને ગયા હતા. સદીઓ પુરાણું આ મંદિર ઇન્ડોનેશિયાનું સૌથી મોટુ મંદિર માનવામાં આવે છે. તે યોગ્યાકર્તા નગરથી આશરે ૧૭ કિ.મી. જેટલું દૂર ઉત્તર પૂર્વમાં આવેલું છે. યુનેસ્કોએ તેને વિશ્વ વિરાસતમાં સ્થાન આપ્યું છે. તેનાં સંરક્ષણ અને જીર્ણોદ્ધારમાં ભારત ઇન્ડોનેશિયા તથા યુનેસ્કોને પુરેપુરી સહાય કરી રહ્યું છે. મંગળવારે તે માટે એક આશય-પત્ર (મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ) (એમઓયુ) ઉપર બંને દેશોએ હસ્તાક્ષરો કર્યા હતા.
મોદીએ એક જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, આ મંદિર ભારત ઇન્ડોનેશિયાની સમાન સાંસ્કૃતિક વિરાસતનું શાશ્વત પ્રતિક છે.
યુનેસ્કોની વેબ સાઇટ દર્શાવે છે કે ઇન્ડોનેશિયામાં કે ૧૦મી સદીમાં બનેલું મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તેમાં મુખ્ય દેવ ભગવાન શિવ છે. આજુબાજુમાં વિષ્ણુ અને બ્રહ્મા છે.
મંદિરની રેલિંગ પણ ગજબની નકશીદાર છે.
આ મંદિર એક પર્વતની તર્જ ઉપર બનાવવામાં આવ્યું છે. તેના પરિસરમાં પાઠશાળાઓ ભોજનશાળાઓ વગેરે છે. બૌધ્ધ ધર્મનો વ્યાપ રોકવા આ મંદિર બનાવાયું હોવાનું કહેવાય છે.
બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝના આમંત્રણથી મેલબોર્ન જવા રવાના થયા ત્યાં તેઓ ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરશે.
મોદી આ યાત્રા દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેકનોલોજીનાં આદાન- પ્રદાનની ચર્ચા કરશે. ઉપરાંત વિજ્ઞાાન તેમજ રમત-ગમત ક્ષેત્રમાં પણ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા કરારો કરશે.









