સની કૌશલ ભાભી કેટરિના બહેન ઈસાબેલને ડેટ કરતો હોવાની અફવા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : વિક્કી કૌશલના ભાઈ અને એક્ટર સની કૌશલ તથા કેટરિના કૈફની બહેન ઈસાબેલ વચ્ચે અફેર શરુ થયું હોવાની અફવા છે. સની અગાઉ શર્વરી વાઘને ડેટ કરતો હતો પરંતુ બાદમાં બંનેનું બ્રેક અપ થયું હતું.
સોશિયલ મીડિયા પોસ્ટ વચ્ચે અનેક સમાનતા નજરે પડતા સની કૌશલ અને ઈસાબેલ કૈફ વચ્ચે રોમાન્સની અફવાઓ શરૂ થઈ છે. બંને વચ્ચે નજીકનો સંબંધ છે અને તેઓ ઘણીવાર વિક્કી કૌશલ અને કેટરીના કૈફના મુંબઈ ઘરમાં સાથે દેખાય છે, પણ તેમણે પોતાના સંબંધ વિશે ચાલી રહેલી અટકળો વિશે કોઈ જવાબ નથી આપ્યો.
હાલમાં સનીએ બિલાડીઓની તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરો અને ઈસાબેલના જુલાઈમાં તુર્કી પ્રવાસ દરમ્યાન શેર કરાયેલી તસવીરો વચ્ચે સામ્ય હતું. સનીએ ફેન્ટેસી નવલકથા ડંજન ક્રોલર કાર્લની એક તસવીર પણ પોસ્ટ કરી, જેના પર ઈસાબેલે કમેન્ટ કરી કે તેણે જ સનીને આ પુસ્તક વાંચવાની સલાહ આપી હતી. સોશિયલ મીડિયા પર તેમની આ વાતચીતે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી.
સની અથવા ઈસાબેલ બંનેમાંથી કોઈએ પણ ડેટિંગની અફવાઓની પુષ્ટી અથવા ખંડન નથી કર્યું.
અગાઉ પણ બંને પોતાના ભાઈ-બહેન સાથે તહેવાર મનાવતા જોવા મળ્યા હતા.




