Entertainment
અનુષ્કા શેટ્ટી બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી હોવાની અફવા
By GS Team
15 Mar 20261 min read

- બિઝનેસમેન અનુષ્કાના પરિવાર સાથે સંપર્કમાં
- આ પહેલાં અનુષ્કા અને પ્રભાસનાં અફેરની ચર્ચા વર્ષો સુધી ચાલી હતી
મુંબઈ: અનુષ્કા શેટ્ટી આ વર્ષના અંત સુધીમાં એક બિઝનેસમેનને પરણી જશે તેવી અફવાઓ શરુ થઈ છે. કહેવાય છે કે આ બિઝનેસમેન અનુષ્કાના પરિવારના સંપર્કમાં છે. બંનેના પરિવારો પણ આ સંબંધ આગળ વધારવા માટે રાજી છે.
ઉલ્લેખનીય છે કે હાલ ૪૪ વર્ષની અનુષ્કા 'બાહુબલી' ફિલ્મના તેના હિરો પ્રભાસ સાથે રિલેશનશિપમાં હોવાની વાત વર્ષો સુધી ચર્ચાતી રહી હતી. જોકે, પ્રભાસ કે અનુષ્કાએ હંમેશા પોતે બહુ સારા મિત્રો જ હોવાનો દાવો કર્યો હતો. અગાઉ એકથી વધુ વખત એવી અફવા આવી ચૂકી છે કે પ્રભાસ અને અનુષ્કા પરણી જવાનાં છે.
અનુષ્કાની પાછલી કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર બહુ સારો દેખાવ કર્યો નથી. આથી તે પોતે પણ પર્સનલ લાઈફમાં સેટલ થવાનું વિચારી રહી હોવાનું કહેવાય છે.









