વાંચો તમારું 30 જુન 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે. આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.
વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
મિથુન : રાજકીય-સરકારી કામકાજ અંગેની મુલાકાતમાં સાનુકૂળતા રહે. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. આનંદ રહે.
કર્ક : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
સિંહ : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જાય. આવક જણાય-વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કન્યા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. ભાઈભાંડુનો સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપને બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા મળી રહે. કામનો ઉકેલ આવવાથી રાહત જણાય.
ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી રાહત જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
મકર : કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ જણાય. વાદ-વિવાદ- ગેરસમજથી સંભાળવું પડે. ખર્ચ જણાય.
કુંભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ જણાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
મીન : આપને ઘર-પરિવાર- સગા-સંબંધીવર્ગ - મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. કામનો ઉકેલ લાવી શકો.
- અગ્નિદત્ત પદમનાભ









