‘આ ગરમી અમેરિકાના કારણે પડી છે...’ કાળઝાળ ગરમીથી 1000 મોત થતા ફ્રાંસનો યુએસ પર આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સમગ્ર યુરોપ કાળજાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે, તેમાં ફ્રાંસમાં તો ગરમીએ માઝા મુકી છે. ત્યાં ગરમીને લીધે ૧૦૦૦ થી વધુ મૃત્યુ થયાં છે. યુરોપના ઘણા દેશોમાં ઉષ્ણતામાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહ્યું છે.
ભારત સહિત મોટાભાગના આફ્રો-એશિયાઈ દેશોમાં તો આટલી ગરમી સામાન્ય મનાય છે પરંતુ ઉત્તર યુરોપના દેશો વિશેષત: ફ્રાંસ માટે આ ભયંકર સ્થિતિ છે. અનેક લોકો માંદા પડી ગયા છે. એક પછી એક મૃત્યુ થતાં જાય છે.
બીજી તરફ ફ્રાંસ આવેલા અમેરિકી ટુરીસ્ટો અને અમેરિકાનો ફ્રેન્ચોની મજાક ઉડાવતા કહે છે કે તમે એર કન્ડીશનર (એ.સી.) કેમ નથી રાખતાં. આવા પોસ્ટરો પણ તેમણે લગાડયાં હતા. તેના જવાબમાં ફ્રાંસે આ ગરમી માટે અમેરિકાને જ જવાબદાર કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ફ્રાંસમાં ૨૫ ટકા લોકો પાસે જ એ.સી. છે. જ્યારે માત્ર ૭ ટકા જર્મનો પાસે એ.સી. છે. આ દેશોમાં પંખા અને એરકૂલર્સ પણ ઘણા ઓછા પ્રમાણમાં છે. ફ્રાંસ જર્મની સહિત યુરોપના ઘણા દેશોમાં ઘરમાં કે ઓફિસોમાં પણ એ.સી. નથી હોતાં. તેવામાં અમેરિકનોએ ફ્રેન્ચોની મજાક ઉડાડતાં પેરિસના ડેપ્યુટી મેયર એન્ડ્રુ પુલવરે વળતા પ્રહારો કરતાં કહ્યું હતું આ અત્યંત ગરમી પડવાનું કારણ કાર્બન ઉત્સર્જન અને કાર્બન ઉત્સર્જન કરનારા દેશોમાં અમેરિકા બીજા ક્રમે છે.
ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે ગ્રીન હાઉસ ગેસીસમાં પણ ઉત્સર્જન માટે પ્યારા અમેરિકનો પ્યારા અમેરિકી પત્રકારો અને સોશ્યલ મીડીયા ઇન્ફ્લુયેન્સર્સ, તમારામાંથી ઘણાં પેરિસની મજાક ઉડાડી છે. અને ટીકા પણ કરી છે. કે અમારા ઓરડીઓમાં એ.સી. કેમ નથી. પરંતુ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં તમે બીજા ક્રમે છો. તેમ ગ્લોબન વોર્મીંગ માટે ઘણા અંશે તેમજ જવાબદાર છો…. તમારાં શહેરોમાં ૯૦ ટકા ઘરોમાં એસી હોય છે. અમારે ત્યાં એવું નથી. અમારું કલ્ચર જુદું છે. ફ્રેન્ચો માને છે કે એસીનો ઉપયોગ સારો નથી.









