Get The App

રેમો ફર્નાન્ડિઝ 11 વર્ષ બાદ એબીસીડી થ્રી બનાવશે

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
રેમો ફર્નાન્ડિઝ 11 વર્ષ બાદ એબીસીડી થ્રી બનાવશે 1 - image

- રાઘવ જુયાલને ઓફર કરાયાની અટકળો  

મુંબઇ : રેમો ડિસોઝાએ પોતાની ડાન્સ ફિલ્મની ત્રીજી ફ્રેન્ચાઇઝી 'એની બડી કેન ડાન્સ ૩' પર કામ શરૂ કરી દીધુ છે. હાલ આ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ પહેલા એવા સમાચાર હતા કે,  રેમો આ ફ્રેન્ચાઇઝીના ૩જા ભાગ માટે અભિનેતા-ડાનસર રાઘવ જુયાલ સાથે ફરી કામ કરશે. જોકે રાઘવ જુયાલે હજુ સુધી આ વિશે કન્ફર્મ કર્યું નથી. આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૩ અને બીજો ભાગ ૨૦૧૫માં રીલિઝ થયો હતો.

 રેમો જાણે છે કે હવે જનરેશન બદલાઈ ચૂકી છે. આથી તે આ ડાન્સ આધારિત ફિલ્મની  સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો કરી રહ્યો છે. 

પહેલા બે ભાગમાં વરુણ ધવન તથા શ્રદ્ધા કપૂરે કામ કર્યું હતું. ત્રીજા ભાગમાં રેમો નવી પેઢીના કલાકારોને પસંદ કરે તેવી સંભાવના છે.