રશ્મિકા મંદાનાની માયસાનું દમદાર ટીઝર રિલીઝ, ફેન્સ બોલ્યા હવે પુષ્પાની શ્રીવલ્લી કરશે રુલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mysaa Teaser: રશ્મિકા મંદાનાની અપકમિંગ ફિલ્મ 'માયસા' (Mysaa)ને લઈને ફેન્સ વચ્ચે લાંબા સમયથી ઉત્સુકતા જોવા મળી રહી છે. એક્શન અને થ્રિલરથી ભરપૂર આ ફિલ્મમાં તે એક આદિવાસી ગોંડ છોકરીનું પાત્ર ભજવી રહી છે. તેના પાત્રમાં એક તરફ લાગણીઓની ઊંડાણ જોવા મળશે, તો બીજી તરફ તે એક મજબૂત અને બહાદુર છોકરીના રૂપમાં પણ નજર આવશે. ત્યારે હવે મેકર્સે ફિલ્મનું ટીઝર શેર કરી દીધું છે, જેમાં રશ્મિકા મંદાનાનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે અને દર્શકોનું એક્સાઈટમેન્ટ વધારી રહ્યો છે. આ ટીઝર જોયા બાદ ફેન્સ કહી રહ્યા છે કે પુષ્પા પછી હવે શ્રીવલ્લીનું બોક્સ ઓફિસ પર રાજ હશે.
રશ્મિકા મંદાનાની માયસાનું દમદાર ટીઝર રિલીઝ
2 મિનિટ 3 સેકન્ડના ટીઝરમાં માયસાને એક એવી મહિલા તરીકે દેખાડવામાં આવી છે, જે પોતાના રસ્તામાં આવનારી દરેક વસ્તુ સામે લડવાનો નિર્ણય કરે છે. તેના પાત્રનું એક ઉગ્ર અને મક્કમ ઈરાદાવાળું પાસું છે. યુદ્ધ છેડવાનો તેનો નિર્ણય વિરોધ અને અસ્તિત્વની લડાઈવાળી વાર્તાનો પાયો નાખે છે. રશ્મિકાનું ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન ટીઝરમાં દેખાય આવે છે, જેમાં અંડરવોટર એક્શન સીન કરતી જોઈ શકાય છે. માયસાનો રૉ (raw) અંદાજ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ફેન્સને પસંદ આવી રહ્યું ટીઝર
માયસાનું ટીઝર જોયા બાદ એક યુઝરે લખ્યું કે, 'રુવાંટા ઊભાં કરી દીધાં.' તો બીજા યુઝરે લખ્યું કે, 'પુષ્પા પછી બોક્સ ઓફિસ પર શ્રીવલ્લી રૂલ કરશે.' જે લોકો નથી જાણતા તેમને જણાવી દઈએ કે ડિરેક્ટર રવીન્દ્ર પુલ્લેની 'માયસા' હવે 27 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્માણ અનફોર્મુલા ફિલ્મ્સ કરી રહ્યું છે. ફિલ્મમાં રશ્મિકા સિવાય ઈશ્વરી રાવ, ગુરુ સોમસુંદરમ અને રાવ રમેશ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
રશ્મિકાએ કહી હતી આ વાત
આ પહેલાં મે મહિનામાં રશ્મિકાએ ખુદ સોશિયલ મીડિયા પર ફિલ્મની શૂટિંગને લઈને અપડેટ આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે 'માયસા'નું કેરળમાં ચાલી રહેલું લાંબુ શૂટિંગ શેડ્યૂલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. અભિનેત્રીએ આ દરમિયાન પોતાની ટીમ સાથે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. રશ્મિકાએ એક્શન સીન શૂટ કરવા માટે સખત મહેનત કરી. તેણે થાઈલેન્ડના બેંગકોકમાં ખાસ સ્ટન્ટ અને કોમ્બેટ ટ્રેનિંગ લીધી હતી. તેણે ત્યાં રોજના 8 કલાકથી વધુ સમય સુધી ટ્રેનિંગ કરી હતી. આ ટ્રેનિંગમાં ફાઈટ અને સ્ટન્ટ સાથે જોડાયેલી ઘણી પ્રેક્ટિસ સામેલ હતી.




