Entertainment

રશ્મિકા મંદાના એ વિજય દેવરકોંડા સાથેના લગ્નને સમર્થન આપ્યુ

By GS Team
22 Feb 20261 min read
રશ્મિકા મંદાના એ વિજય દેવરકોંડા સાથેના લગ્નને સમર્થન આપ્યુ

- 26 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં પરિવારજનોની હાજરીમાં લગ્ન

મુંબઇ : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની તારીખના કુતુહલનો અંત આવ્યો છે. યુગલ ૨૬ ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં લગ્ન કરવાના છે. જેને અભિનેત્રીએ આડકતરી રીતે સમર્થન આપ્યું છે. તેમના લગ્નમાં ફક્ત અંગત પરિવારજનોને જ આમંત્રણ આપવામાં ાવશે. હજી સુધી તેમણ ે તેલુગુ તેમજ હિંદી સિનેમાના કલાકારોને પણ આમંત્રણ પાઠવ્યું નથી. લગ્ન પછી તેઓ  હૈદરાબાદ અને મુંબઇમાં  રિસેપ્શનના આયોજનની તૈયારી કરી રહ્યા છે.

તેમના લગ્નમાં અંગત પરિવાજનો અને ફક્ત ખાસ મિત્રોને જ  નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.  લગ્ન માટે રશ્મિકા અને વિજયે હાલ શૂટિંગથી બ્રેક લીધો છે. જોકે રશ્મિકા પાસે પાઇપલાઇનમાં ફિલ્મો હોવાથી તે લગ્ન પછી જલદીજ કામ પર પાછી ફરશે.