Entertainment

રણવીર-દીપિકાની લવ સ્ટોરી ઉદયપુરથી શરૂ થઈ હતી, જાણો કઈ ફિલ્મ વખતે બંને એકબીજાના પ્રેમમાં ડૂબ્યા -

By GS TEAM
24 Nov 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલમાંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને લાંબા સમયથી દર્શકો પસંદ કરી રહ્યા છે. તેમણે બંનેએ એક સાથે ઘણી શાનદાર ફિલ્મો કરી અને દર્શકોને એન્ટરટેઈન કર્યા. આ જ ફિલ્મો દરમિયાન બંનેની લવ સ્ટોરી શરૂ થઈ અને આજે આ કપલ એક દીકરીના પેરેન્ટ્સ છે. હવે રણવીરે તાજેતરમાં ખુલાસો કર્યો કે, 'અમારી લવ સ્ટોરીની શરૂઆત ફિલ્મ રામલીલાના સેટ પર થઈ હતી. તે સમયે ઉદયપુરમાં ફિલ્મનો સેટ લાગ્યો હતો અને આ સમય દરમિયાન જ અમે એક-બીજાના પ્રેમમાં ડૂબી ગયા હતા.'

Summarized by AI; it may make mistakes. Check important info

રણવીર-દીપિકાની લવ સ્ટોરી ઉદયપુરથી શરૂ થઈ હતી, જાણો કઈ ફિલ્મ વખતે બંને એકબીજાના પ્રેમમાં ડૂબ્યા -

Ranveer-Deepika's Love Story Started From Udaipur: બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલમાંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને લાંબા સમયથી દર્શકો પસંદ કરી રહ્યા છે. તેમણે બંનેએ એક સાથે ઘણી શાનદાર ફિલ્મો કરી અને દર્શકોને એન્ટરટેઈન કર્યા. આ જ ફિલ્મો દરમિયાન બંનેની લવ સ્ટોરી શરૂ થઈ અને આજે આ કપલ એક દીકરીના પેરેન્ટ્સ છે. હવે રણવીરે તાજેતરમાં ખુલાસો કર્યો કે, 'અમારી લવ સ્ટોરીની શરૂઆત ફિલ્મ રામલીલાના સેટ પર થઈ હતી. તે સમયે ઉદયપુરમાં ફિલ્મનો સેટ લાગ્યો હતો અને આ સમય દરમિયાન જ અમે એક-બીજાના પ્રેમમાં ડૂબી ગયા હતા.'



ઉદયપુર લવ સ્ટોરી માટે લકી ચાર્મ

ઉદયપુરમાં યોજાઈ રહેલા ભવ્ય લગ્ન દરમિયાન રણવીરને પોતાની લવ સ્ટોરી યાદ આવી ગઈ. તેણે કહ્યું કે, 'હું તમને કહેવા માંગુ છું કે, ઉદયપુર લવ સ્ટોરી માટે એક લકી ચાર્મ જેવું છે. મેં અહીં 'રામ-લીલા' ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તે દિવસોમાં તમારી ભાભી સાથે કામ કરી રહ્યો હતો અને 'રામલીલા'ના લાંબા શેડ્યૂલમાં જ અમારી લવ સ્ટોરી શરૂ થઈ. ત્યારથી લઈને અત્યાર સુધી 13 વર્ષનો સાથ છે અને લગ્નના 7 વર્ષ થઈ ગયા, એક સુંદર દીકરી પણ છે. તો તમે સમજ્યા? ઉદયપુર લવ સ્ટોરી માટે ખૂબ જ લકી છે.'

આ પણ વાંચો: અલવિદા ધર્મેન્દ્ર....'વીરુ' પંચતત્વમાં વિલીન, બોલિવૂડમાં શોક, PM મોદીએ કહ્યું- એક યુગનો અંત

કપલે 2018માં કર્યા હતા લગ્ન

તમને જણાવી દઈએ કે, દીપિકા અને રણવીરની લવ સ્ટોરી 2013-2014 માં શરૂ થઈ હતી. બંનેએ લગભગ 6 વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા પછી 2018માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ સાત વર્ષ પછી બંનેએ પુત્રી દુઆનું સ્વાગત કર્યું. કપલે તાજેતરમાં જ તેમની દીકરી દુઆની પહેલી ઝલક ચાહકો સાથે શેર કરી હતી.