Get The App

અલવિદા ધર્મેન્દ્ર....'વીરુ' પંચમહાભૂતમાં વિલીન, બોલિવૂડમાં શોક, PM મોદીએ કહ્યું- એક યુગનો અંત

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
અલવિદા ધર્મેન્દ્ર....'વીરુ' પંચમહાભૂતમાં વિલીન, બોલિવૂડમાં શોક, PM મોદીએ કહ્યું- એક યુગનો અંત 1 - image


Veteran actor Dharmendra passes away at the age of 89 : દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ભારતીય સિનેમાના હી-મેન તરીકે પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. વૃદ્ધાવસ્થાના કારણે તેઓ છેલ્લા ઘણાં સમયથી વિવિધ બીમારીથી પીડિત હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હજુ થોડા દિવસ પહેલા જ તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને ઘરે તેમની સારવાર ચાલી રહી હતી. 

યાદગાર રહી સફર 

ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી. તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આઈ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી. આજે પણ લોકો તે ફિલ્મના વખાણ કરે છે. હવે તો જલ્દી જ અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે જે 25 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રીલીઝ થઈ ગયું છે. 


ધર્મેન્દ્રની અંતિમ યાત્રા LIVE: 

ધર્મેન્દ્ર થયા પંચહાભૂતમાં વિલિન, બોલિવૂડ શોકમાં ગરકાવ 

બોલિવૂડમાં વીરુ, હીમેન, ધરમ પાજી તરીકે જાણીતા ધર્મેન્દ્ર આખરે પંચતત્વમાં વિલીન થયા. સલમાન, શાહરુખ, અમિતાભ સહિતની અનેક બોલિવૂડ હસ્તીઓની હાજરીમાં તેમને મુખાગ્નિ અપાયા હતા. 



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધર્મેન્દ્રના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં ભારતીય સિનેજગતના એક યુગનો અંત ગણાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ધર્મેન્દ્ર એક આઈકોનિક અને અદભૂત હીરો હતા, જે તેમની દરેક ભૂમિકામાં પ્રાણ ફૂંકી દેતા હતા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે.  


અક્ષય કુમાર અને સલમાન ખાન સ્મશાને પહોંચ્યા


સલીમ ખાન અને સંજય દત્ત સહિતના દિગ્ગજો સ્મશાન પહોંચ્યા 


બોલિવૂડ સેલેબ્સ પવન હંસ સ્મશાન પહોંચ્યા 


હેમા માલિની અને એશા દેઓલ પણ સ્મશાન ઘાટ પહોંચ્યા



ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી 

અલવિદા ધર્મેન્દ્ર....'વીરુ' પંચમહાભૂતમાં વિલીન, બોલિવૂડમાં શોક, PM મોદીએ કહ્યું- એક યુગનો અંત 2 - image

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સ્મશાન ગૃહ પહોંચ્યા 



ઘણાં સમયથી શ્વાસ લેવામાં તકલીફ હતી

ધર્મેન્દ્રને 31 ઓક્ટોબર, 2025ના રોજ નિયમિત તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જોકે, 10 નવેમ્બરે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમનો આખો પરિવાર તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યો હતો. હેમા માલિની, સની દેઓલ, એશા દેઓલ, કરણ દેઓલ, રાજવીર દેઓલ અને અભય દેઓલે હોસ્પિટલમાં તેમની સારવારની માહિતી મેળવી હતી. આ સિવાય સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. 

ધર્મેન્દ્રની 65 વર્ષ લાંબી કારકિર્દી

ધર્મેન્દ્રએ 1960માં ફિલ્મ "દિલ ભી તેરા હમ ભી તેરે" થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ 1961ની ફિલ્મ "બોય ફ્રેન્ડ"માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા. તેમણે શોલે (1975), ચુપકે ચુપકે (1975), સીતા ઔર ગીતા (1972), ધરમવીર (1977), ફૂલ ઔર પથ્થર (1966), જુગનુ (1973) અને યાદો કી બારાત (1973) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

Tags :