Entertainment

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા બન્યો પિતા, ઘરે દીકરીનો જન્મ, સોશિયલ મીડિયા પર કર્યો ફોટો શેર

By GS Team
10 Mar 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાની પત્ની લિન લૈશરામે આજે(10 માર્ચ, 2026) દીકરીને જન્મ આપ્યો છે. ખાસ વાત એ છે કે, રણદીપના પિતા રણબીર હુડ્ડાના જન્મદિવસે જ દીકરીનો જન્મ થયો છે. આમ, આ દિવસ તેમના પરિવાર માટે ડબલ સેલિબ્રેશન લઈને આવ્યો છે. દીકરીના જન્મના કપલે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને માહિતી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા બન્યો પિતા, ઘરે દીકરીનો જન્મ, સોશિયલ મીડિયા પર કર્યો ફોટો શેર
Image : Instagram/@randeephooda

Randeep Hooda And Lin Laishram Daughter Photos : બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાની પત્ની લિન લૈશરામે આજે(10 માર્ચ, 2026) દીકરીને જન્મ આપ્યો છે. ખાસ વાત એ છે કે, રણદીપના પિતા રણબીર હુડ્ડાના જન્મદિવસે જ દીકરીનો જન્મ થયો છે. આમ, આ દિવસ તેમના પરિવાર માટે ડબલ સેલિબ્રેશન લઈને આવ્યો છે. દીકરીના જન્મના કપલે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને માહિતી આપી હતી.

રણદીપ પિતા બન્યો

રણદીપે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ દ્વારા પોતાના ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. જેમાં તેણે પોતાની દીકરીની પહેલી ઝલક બતાવી છે. આ પોસ્ટમાં રણદીપના પિતા તેમની નવજાત પૌત્રીને પોતાના હાથમાં પકડીને બેઠા છે. ફોટા પોસ્ટ સાથે રણદીપે પિતા અને પુત્રી બંનેને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. બીજા ફોટામાં, રણદીપે તેની દીકરીના સુંદર નાના હાથ મુઠ્ઠીમાં ભરેલા બતાવ્યા છે. પૌત્રીને પોતાના હાથમાં પકડીને બેઠેલા દાદાના ચહેરા પર ખુશી જોઈ શકાય છે. 

પોસ્ટમાં રણદીપે શું લખ્યું?

પોસ્ટમાં રણદીપે લખ્યું કે, 'આજે હું પિતા બનતા, મારા પિતાનું મહત્ત્વ પહેલા કરતાં વધુ સમજી રહ્યો છું.' રણદીપે તેની પત્ની લિનનો પણ ખાસ આભાર માન્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, 'મને પિતા બનવાનું સુખ આપવા બદલ આભાર...'

રણદીપે પોસ્ટની શરૂઆત પોતાની માતૃભાષા હરિયાણવીમાં લખ્યું કે, 'દાદા અને પૌત્રીને અભિનંદન.' આ સાથે એક્ટરે પોતાની દીકરી માટે મીઠા શબ્દોમાં લખ્યું કે, 'એક નાની બાળકી સાથે જીવનભરનો પ્રેમ આવે છે.' ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ રણદીપની પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો: રિલીઝ પહેલા જ જોઈ શકાશે ધુરંધર 2, જાણો પેઇડ પ્રિવ્યૂ શૉ માટે કેટલા રૂપિયા ખર્ચવા પડશે

રણદીપે 29 નવેમ્બર, 2023ના રોજ લિન લૈશરામ સાથે લગ્ન કર્યા હતા. મણિપુરી રીતરિવાજ મુજબ આ લગ્ન ખૂબ જ ખાસ હતા. આ દંપતીએ તાજેતરમાં બેબી શાવર સેરેમની યોજી હતી. થોડા દિવસો પહેલા રણદીપ અને લિને તેમના મેટરનિટી ફોટોશૂટની એક ઝલક શેર કરી હતી, જ્યાં તેઓ તેમના બેબી બમ્પ્સને પકડીને રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા. અભિનેતા 49 વર્ષના છે, જ્યારે લિન 40 વર્ષની છે.