Entertainment

રાજકુમાર રાવની શાહિદ છેક 13 વર્ષે ઓટીટી પર રીલિઝ

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં, હંસલ મહેતા નિર્દેશિત અને રાજકુમાર રાવ અભિનિત ફિલ્મ 'શાહિદ' 13 વર્ષ પછી OTT પર રીલિઝ થઈ છે. આ ફિલ્મને 61મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ નિર્દેશક અને અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના લેખક અપૂર્વ અસરાનીએ સવાલ ઉઠાવ્યો છે કે, શું હવે રાજકીય માહોલ બદલાઈ ગયો છે અને સામાન્ય વાર્તાઓને પણ નેશનલ એવોર્ડ અપાય છે?

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકુમાર રાવની શાહિદ છેક 13 વર્ષે ઓટીટી પર રીલિઝ
  • હંસલ મહેતા, રાજકુમાર રાવને નેશનલ એવોર્ડ મળ્યો હતો
  • ફિલ્મના લેખક અપૂર્વ અસરાનીનો અણિયાળો સવાલ, હવે શું માહોલ બદલાઇ ગયા છે?

મુંબઇ : ૨૦૧૩માં થિયેટર્સમાં રજૂ થયેલી હંસલ મહેતા નિર્દેશિત અને રાજકુમાર રાવ અભિનિત ફિલ્મ 'શાહિદ' તેર વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવી છે.
૬૧મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આ ફિલ્મ માટે હંસલ મહેતાને શ્રેષ્ઠ નિર્દેશક અને રાજકુમાર રાવને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળતાં ફિલ્મ ઉદ્યોગમાં તેમની ઓળખ બની હતી. 'શાહિદ' ફિલ્મમાં ૨૦૧૦માં જેની હત્યા થઇ હતી તે વકીલ શાહિદ આઝમીની સ્ટોરી કહેવામાં આવી હતી.
આ વકીલ જેમની પર આતંકવાદ ફેલાવવાના આરોપ મુકવામાં આવ્યા હોય તેવા લોકોનો કાનુની બચાવ કરવાનું કામ કરતો હતો જેની આખરે હત્યા કરવામાં આવી હતી.
ફિલ્મના લેખક અપૂર્વ અસરાનીએ લાંબી પોસ્ટ મુકી રાજકીય માહોલ બદલાઇ ગયો હોવાનો સવાલ કરી રાજકીય વિચારધારાને અનુરૂપ સ્ટોરીઓ રજૂ કરવા માટે હવે તો મિડિયોકર લોકોને નેશનલ એવોર્ડ આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું. ગમે તે કારણ હોય પણ લોકોએ આ ફિલ્મ જોવી જોઇએ તેમ અસરાનીએ જણાવ્યું હતું.