Entertainment
રાજકુમાર રાવની પ્રહાર સપ્ટે.માં મિર્ઝાપુર : ધ મૂવી સાથે ટકરાશે
By GS Team
11 Aug 20261 min read
રાજકુમાર રાવ અભિનીત 'પ્રહાર' ફિલ્મ હવે 4 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. મુંબઈમાં આ ફિલ્મ મૂળ 7 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ અન્ય ફિલ્મોને કારણે મુલતવી રખાઈ. આ ફિલ્મમાં રાજકુમાર રાવે આતંકી કસાબને ફાંસી અપાવનાર સરકારી વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવી છે. 'મિર્ઝાપુર: ધ મૂવી' સાથે તેની ટક્કર થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- મૂળ શિડયૂલ કરતાં એક મહિનો મોડી રીલિઝ થશે
મુંબઈ : રાજકુમાર રાવની ' પ્રહાર' ફિલ્મ હવે ચાર સપ્ટેમ્બરે થિયેટર્સમાં રીલિઝ થવાની છે. આમ બોક્સ ઓફિસ પર તેની ટક્કર 'મિર્ઝાપુર: ધ મૂવી' ફિલ્મ સાથે થશે. .
અવિનાશ અરૂણ નિર્દેશિત ' પ્રહાર' ફિલ્મ ભારતના સૌથી ચર્ચાસ્પદ કોર્ટરૂમ ડ્રામા તરીકે રજૂ કરાઇ રહી છે. આ ફિલ્મમાં આતંકી કસાબને ફાંસી અપાવનાર સરકારી વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકા રાજકુમાર રાવે ભજવી છે. ફિલ્મ મૂળ સાતમી ઓગસ્ટે રીલિઝ થવાની હતી.
જોકે, આ સપ્તાહમાં બીજી અનેક ફિલ્મો રીલિઝ થઈ રહી હોવાથી 'પ્રહાર'ની રીલિઝ ટાળવામાં આવી હતી.
ફિલ્મમાં ઉજ્જવલ નિકમની પ્રોફેશનલ લાઈફ ઉપરાંત પર્સનલ લાઈફ પણ દર્શાવવામાં આવશે.