સૌરવ ગાંગુલી તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દાદા ફિલ્મનું પોસ્ટર રજૂ થતાં જ ટીકાનો મારો
ગાંગુલીનો ઐતિહાસિક શર્ટલેસ પોઝ એઆઈથી જનરેટ કરાયોઃ ફિલ્મ આગામી વર્ષે મેમાં આવશે
મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના જીવન પર આધારીત ફિલ્મ 'દાદાઃ ધ સૌરવ ગાંગુલી' સ્ટોરીનું પોસ્ટર જારી કરવામાં આવતાં જ આ ફિલ્મમાં હીરો તરીકે રાજકુમાર રાવ મીસફિટ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.
ઘણાં એ આ વિષય પર ફિલ્મ બની રહી છે તે બાબતને આવકારી છે પણ ઘણાં સૌરવ ગાંગુલી તરીકે રાજકુમાર રાવને સ્વીકારતાં અચકાઇ રહ્યા છે. ફર્સ્ટ લુકમાં રાજકુમાર રાવના અપિયરન્સથી દર્શકો ખુશ નથી. આ પોસ્ટરમાં દાદા તરીકે રાજકુમાર રાવને એઆઇ દ્વારા રંગરોગાન કરવામાં આવ્યા હોવાનું દર્શકોને લાગે છે.
ફિલ્મના પોસ્ટરમાં લોર્ડઝની બાલ્કનીમાંથી ગાંગુલી પોતાનું શર્ટ ફરકાવતો હોય એ ક્ષણને દર્શાવવામાં આવી છે.
૨૦૦૨માં ઇંગ્લેન્ડ સામે નેટવેસ્ટ ટ્રોફી જીત્યા બાદ સૌરવ ગાંગુલીએ શર્ટ કાઢી જીતનો જશ્ન મનાવ્યો હતો.
વિક્રમાદિત્ય મોટવાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૧૪ મે ૨૦૨૭માં થિયેટર્સમાં રજૂ કરવાની નિર્માતાઓની યોજના છે. ફિલ્મનું નિર્માણ ટી સિરિઝ, ડીબીએલ અને લવ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે.









