Get The App

ખલનાયક ટુનું દિગ્દર્શન કરવા રાજકુમાર સંતોષીનો ઈનકાર

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
ખલનાયક ટુનું  દિગ્દર્શન કરવા રાજકુમાર સંતોષીનો ઈનકાર 1 - image

સંજય દત્તને પહેલા કોળિયે માખી આવી

સંજય દત્તે લાહોર ૧૯૪૭ના કેટલાક ભાગ જોયા બાદ સંતોષીને ઓફર કરી હતી

મુંબઈ: સંજય દત્ત માટે 'ખલનાયક ટુ'નું દિગ્દર્શન કરવાનો રાજકુમાર સંતોષીએ ઈનકાર  કરી દીધો છે. સંતોષીએ માટે પોતાના કેટલાક પેન્ડિંગ પ્રોજેક્ટનું બહાનું આપ્યું હોવાનું કહેવાય છે. રાજકુમાર સંતોષીની સની દેઓલ સાથેની ફિલ્મ 'લાહોર ૧૯૪૭' કેટલાય મહિનાઓથી બનીને તૈયાર પડી છે. સંજય દત્તે આ ફિલ્મના કેટલાક હિસ્સા જોયા બાદ સંતોષીને દિગ્દર્શનની ઓફર કરી હતી. હવે સંજય દત્તે નવા ડિરેક્ટરની શોધ કરવી પડશે. મૂળ 'ખલનાયક'નું  દિગ્દર્શન સુભાષ ઘઈએ કર્યું હતું. પરંતુ, હવે તેઓ દિગ્દર્શનની જવાબદારી  સ્વીકારવા તૈયાર નથી. મૂળ ફિલ્મ કાસ્ટિંગ અને સંગીત ઉપરાંત તે વખતે સંજય દત્તના જેલવાસના વિવાદના કારણે ચાલી ગઈ હતી. 

હવે પાર્ટ ટુ માટે એવો  હાઈપ ઊભો કરવાનું પણ મુશ્કેલ છે.