Entertainment

'હેવાન' ફ્લોપ જતાં પ્રિયદર્શનનો મોટો નિર્ણય, અક્ષય કુમારને લાગશે મોટો ઝટકો!

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
'હૈવાન' ફ્લોપ થતાં ડિરેક્ટર પ્રિયદર્શને નિષ્ફળતા સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે, અક્ષય કુમાર સાથેની તેમની નોન-કોમેડી ફિલ્મ 'હૈવાન' દર્શકોએ નકારી. આ પહેલા પણ 'ખટ્ટા મીઠા' જેવી ગંભીર ફિલ્મો ચાલી નહોતી. 'હૈવાન' એ 2016ની મલયાલમ ફિલ્મ 'ઓપમ'ની હિન્દી રિમેક હતી, જે ₹130 કરોડના બજેટ સામે માત્ર ₹10-15 કરોડ જ કમાઈ શકી.

Summarized by AI; it may make mistakes. Check important info

'હેવાન' ફ્લોપ જતાં પ્રિયદર્શનનો મોટો નિર્ણય, અક્ષય કુમારને લાગશે મોટો ઝટકો!

Priyadarshan Admits Failure In Non-Comedy: અક્ષય કુમાર અને સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ 'હૈવાન' બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા બાદ ડિરેક્ટર પ્રિયદર્શનનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. પ્રિયદર્શને સ્પષ્ટતા કરી છે કે અક્ષય સાથે તેમની સીરિયસ જોનરની ફિલ્મ ફ્લોપ થવાની આ પહેલી ઘટના નથી, ભૂતકાળમાં પણ આવું બની ચૂક્યું છે. દર્શકો અક્ષય અને પ્રિયદર્શનની જોડી પાસેથી માત્ર અને માત્ર કોમેડી ફિલ્મોની અપેક્ષા રાખે છે, તેથી જ્યારે પણ તેઓ ગંભીર સિનેમા લાવે છે ત્યારે દર્શકો તેને નકારી દે છે.

પ્રિયદર્શને પોતાની નિષ્ફળતાનો ખુલ્લેઆમ સ્વીકાર કરતાં કહ્યું:

"ફિલ્મ 'હૈવાન'નું ફ્લોપ થવું હું સ્વીકારું છું. આનાથી ફરી એકવાર એ સાબિત થઈ ગયું છે કે ઓડિયન્સ અમને સીરિયસ સબ્જેક્ટ પર બનેલી ફિલ્મોમાં જોવા નથી માંગતી. આ કોઈ પહેલીવાર બન્યું નથી; હું અક્ષય સાથે નોન-કોમેડી ફિલ્મમાં અગાઉ પણ ફેલ થયો છું. થોડાં વર્ષો પહેલાં અમે 'ખટ્ટા મીઠા' બનાવી હતી, જેમાં અક્ષય સાથે ત્રિશા કૃષ્ણન હતી, એ ફિલ્મ પણ ચાલી નહોતી. મને નથી લાગતું કે ઓડિયન્સ અમને નોન-કોમેડી ફિલ્મોમાં જોવા માંગે છે."

2016ની સુપરહિટ મલયાલમ ફિલ્મ 'ઓપમ'ની હિન્દી રિમેક:

  • ફિલ્મ 'હૈવાન' એ મૂળ વર્ષ 2016માં રિલીઝ થયેલી મોહનલાલ સ્ટારર સુપરહિટ મલયાલમ ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'ઓપમ'ની સત્તાવાર હિન્દી રિમેક છે. આ મલયાલમ વર્ઝનનું નિર્દેશન પણ મૂળ પ્રિયદર્શને જ કર્યું હતું.
  • રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મને લગભગ ₹130 કરોડના તોતિંગ બજેટ સાથે તૈયાર કરવામાં આવી હતી.
  • જોકે, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ પોતાના બજેટમાંથી માત્ર ₹15થી ₹10 કરોડ જેવી નજીવી કમાણી જ કરી શકી અને ખર્ચ વસૂલવામાં સદંતર નિષ્ફળ રહી.
  • દર્શકો અને સમીક્ષકો દ્વારા તેને અક્ષય કુમારની કારકિર્દીની સૌથી નબળી પર્ફોર્મન્સિસ પૈકીની એક ગણાવવામાં આવી રહી છે.

અક્ષય-પ્રિયદર્શનની સુપરહિટ કોમેડી સફર

અક્ષય કુમાર અને ડિરેક્ટર પ્રિયદર્શનની જોડીએ વર્ષો દરમિયાન બોલિવૂડને યાદગાર ફિલ્મો આપી છે, જેમાં:

  • 'હેરા ફેરી'
  • 'ગરમ મસાલા'
  • 'ભાગમ ભાગ'
  • 'ભૂલ ભુલૈયા'
  • 'દે દના દન'
  • 'ખટ્ટા મીઠા'

આ તમામ ફિલ્મો થકી દર્શકોના મનમાં તેમની છબી માત્ર હાસ્ય અને મનોરંજન આપનારી જોડી તરીકે જ અંકિત થયેલી છે.