Entertainment

રાજકુમાર હિરાણીની સીરિઝ ‘પ્રીતમ એન્ડ પેડ્રો’ની કોરિયન રિમેક બનાવવાની તૈયારી?, જાણો વિગત…

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકુમાર હિરાણીની JioCinema સીરિઝ 'પ્રીતમ એન્ડ પેડ્રો' વૈશ્વિક મંચે પહોંચી છે. દક્ષિણ કોરિયાના પ્રોડક્શન હાઉસે આ લોકપ્રિય ભારતીય સીરિઝના રિમેક રાઈટ્સ ખરીદવામાં રસ દર્શાવ્યો છે. હાલ પ્રાથમિક તબક્કાની વાતચીત ચાલી રહી છે, જેમાં કોરિયન દર્શકો માટે વાર્તામાં ફેરફાર કરાશે. આ સાયબર ક્રાઈમ કોમેડી જો સફળ થશે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે એડપ્ટ થનારી પ્રથમ ભારતીય સીરિઝ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકુમાર હિરાણીની સીરિઝ ‘પ્રીતમ એન્ડ પેડ્રો’ની કોરિયન રિમેક બનાવવાની તૈયારી?, જાણો વિગત…

Pritam and Pedro Goes Global: બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર અને પ્રોડ્યુસર રાજકુમાર હિરાણીની જિયોહોટસ્ટાર સીરિઝ 'પ્રીતમ એન્ડ પેડ્રો' ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય મંચ પર ધૂમ મચાવવા જઈ રહી છે. આ લોકપ્રિય ભારતીય સીરિઝના કોરિયન એડપ્ટેશન માટે પ્રારંભિક સ્તરની વાતચીત શરૂ થઈ ચૂકી હોવાની ચર્ચા છે. દક્ષિણ કોરિયાના એક અગ્રણી પ્રોડક્શન હાઉસે આ સીરિઝના ઓફિશિયલ રિમેક રાઈટ્સ ખરીદવામાં ઊંડો રસ દાખવ્યો છે. જોકે, બંને પક્ષો વચ્ચેની આ ચર્ચા હજુ ખૂબ જ પ્રાથમિક તબક્કા પર છે અને હાલમાં કોઈ સત્તાવાર કરાર કે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કોરિયન ઓડિયન્સ માટે વાર્તામાં ફેરફાર કરવાની યોજના

આ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ સાથે જોડાયેલા એક અંગત સૂત્રે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "બંને દેશોના પ્રોડક્શન હાઉસ વચ્ચે વાતચીત સતત ચાલુ છે, પરંતુ તે હજુ પ્રારંભિક તબક્કામાં છે. કોરિયાની પ્રોડક્શન ટીમે આ સીરિઝની અનન્ય વાર્તાને તેમના સ્થાનિક કોરિયન ઓડિયન્સની પસંદગી મુજબ ઢાળવા માટે ખાસ રસ દાખવ્યો છે. હાલમાં બંને પક્ષો આ પ્રોજેક્ટની વ્યાવહારિકતા અને શક્યતાઓ પર વિસ્તૃત વિચાર-વિમર્શ કરી રહ્યા છે." જો આ ડીલ સફળ રહેશે, તો 'પ્રીતમ એન્ડ પેડ્રો' આંતરરાષ્ટ્રીય સ્તરે એડપ્ટ થનારી પસંદગીની ભારતીય સીરિઝની યાદીમાં સામેલ થઈ જશે.

એક પોલીસ ઓફિસર અને હેકરની અનોખી સાયબર ક્રાઈમ કોમેડી

જિયોહોટસ્ટાર પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી 'પ્રીતમ એન્ડ પેડ્રો' એ એક શાનદાર સાયબર ક્રાઈમ કોમેડી-ડ્રામા સીરિઝ છે, જેનું સર્જન અને પ્રોડક્શન ખુદ રાજકુમાર હિરાણીએ કર્યું છે. પ્રખ્યાત ડિરેક્ટર અવિનાશ અરુણ દ્વારા નિર્દેશિત આ સીરિઝમાં બોલિવૂડના કલાકાર અર્શદ વારસી, વિક્રાંત મેસી અને રાજકુમાર હિરાણીના પુત્ર વીર હિરાણી મુખ્ય ભૂમિકામાં છે. વીર હિરાણીએ આ સીરિઝ દ્વારા એક્ટિંગ ડેબ્યુ કર્યું છે. વાર્તા એક અનુભવી પોલીસ ઓફિસર અને એક યુવા હેકરની અનોખી ભાગીદારી પર આધારિત છે, જેઓ સાથે મળીને જટિલ સાયબર ક્રાઈમના કેસો ઉકેલે છે.

રાજકુમાર હિરાણીનો ડિજિટલ ડેબ્યુ પ્રોજેક્ટ

વિશેષ નોંધનીય છે કે, દાયકાઓ સુધી ભારતીય સિનેમાને 'મુન્નાભાઈ MBBS', '3 Idiots' અને 'PK' જેવી સુપરહિટ ફિચર ફિલ્મો આપ્યા બાદ, રાજકુમાર હિરાણીનો OTT એટલે કે ડિજિટલ પ્લેટફોર્મ પર ક્રિએટર અને પ્રોડ્યુસર તરીકેનો આ સૌપ્રથમ લોંગ-ફોર્મ સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ છે. સીરિઝની અનોખી શૈલી અને સોશિયલ મીડિયાના યુગમાં સાયબર સુરક્ષા જેવા ગંભીર વિષયને કોમેડી સાથે વણી લેવાની કળાને કારણે જ તેને વૈશ્વિક સ્તરે, ખાસ કરીને કોરિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી આટલો મોટો પ્રતિસાદ મળી રહ્યો છે.