દીપિકાની પ્રેગનન્સીના કારણે પ્રલયનું શૂટિંગ ઓસ્ટ્રેલિયાને બદલે મુંબઈમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રણવીર દીપિકાને બીજી ડિલિવરીમાં એકલી નહીં મુકે
- જય મહેતાનાં મૂળ પ્લાનિંગ પ્રમાણે ઘણુંખરું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થવાનું હતું
મુંબઈ : રણવીરની ફિલ્મ 'પ્રલય'નું શૂટિંગ હવે ઓસ્ટ્રેલિયાને બદલે મુંબઇમાં કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ઓસ્ટ્રેલિયામાં ચોક્કસ સ્થળો પર આ ફિલ્મનું શૂટિંગ કરવા માટે પ્રલયની ટીમને ન મંજૂરી મળી હોવાથી મામલો ઘોંચમાં પડયો હોવાનું કહેવાય છે. જોકે, એક ચર્ચા મુજબ હાલ દીપિકા બીજી વાર પ્રેગનન્ટ હોવાથી રણવીર બહુ લાંબા સમય માટે વિદેશ રહેવા માગતો નથી. આથી આ ફિલ્મનું શૂટિંગ ઓસ્ટ્રેલિયાને બદલે મુંબઈ ખસેડાયું છે.
રણવીરસિંહને તેની પત્ની દીપિકાના બીજા બાળજન્મ પ્રસંગે હાજર રહેવાની તાલાવેલી છે. રણવીરસિંહ દીપિકાને તેની બીજી ડિલિવરીટાણે એકલી મુકવા માંગતો નથી. તેથી તેણે શૂટિંગના પ્લાનમાં એ પ્રમાણે ફેરફાર કરાવતાં હવે આ ફિલ્મનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં નહીં પણ મુંબઇમાં જ કરવામાં આવે તેવી પુરી શક્યતા છે.
રણવીરસિંહ અને દીપિકા પદુકોણ સપ્ટેમ્બર ૨૦૨૪માં પહેલી પુત્રી દુઆના માતાપિતા બન્યા હતા. દુઆ સપ્ટેમ્બરમાં બે વર્ષની થઇ જશે.
હવે દીપિકા બીજા સંતાનને જન્મ આપવાની છે. દીપિકાએ તેના શૂટિંગ પણ પુરાં કરી લીધાં હોવાનું જણાવાય છે. ૩૦૦ કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી ફિલ્મ બનાવી રહેલાં જય મહેતાએ રણવીરને તેના પરિવાર સાથે રહેવાની મંજૂરી આપી દીધી હોવાનું મનાય છે.









