Entertainment

અલ્લુ અર્જુનની ફિલ્મમાં પૂજા હેગડેની એન્ટ્રીની સંભાવના

By GS Team
13 May 20261 min read
અલ્લુ અર્જુનની ફિલ્મમાં પૂજા હેગડેની એન્ટ્રીની સંભાવના

- બંને ત્રીજીવાર સાથે દેખાશે

- લોકેશ કનગરાજ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી રહ્યો છે, ટૂંક સમયમાં શૂટિંગ શરુ થશે

મુંબઇ: અલ્લુ અર્જુનની ફિલ્મ 'એએ૨૩'માં પૂજા હેગડેની એન્ટ્રી થાય તેવી શક્યતા છે. લોકેશ કનગરાજ  આ ફિલ્મ બનાવી રહ્યો છે. અલ્લુ અર્જુન અને પૂજા હેગડે અગાઉ બે ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. જો પૂજાની  એન્ટ્રી ફાઈનલ થાય તો બંનેની આ ત્રીજી ફિલ્મ સાથે હશે. જોકે, લોકેશ કનગરાજ કે ફિલ્મના કોઈ કલાકારે હજુ સુધી કાસ્ટિંગ બાબતે સત્તાવાર રીતે કશું જણાવ્યું નથી. લોકેશ કનગરાજ હાલ  ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરી રહ્યો છે અને તે વહેલી તકે શૂટિંગ શરુ કરશે.