Oscars 2026: રેડ કાર્પેટ પર છવાઈ પ્રિયંકા ચોપરા, નિક જોનાસનું રક્ષા સૂત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nick Jonas wearing Hindu Kalawa at Oscars 2026: ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરા જોનાસે 98મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર 2026)માં પોતાના અદભૂત અંદાજથી ફરી એકવાર સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રિયંકા તેના પતિ નિક જોનાસ સાથે રેડ કાર્પેટ પર કસ્ટમ ડીયોર(Dior) ગાઉનમાં જોવા મળી હતી. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સિનેમેટિક સ્ટેજ પર ભારતીય પ્રતિભાનું પ્રતિનિધિત્વ કરતી પ્રિયંકાની હાજરી ખૂબ જ પ્રભાવશાળી રહી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા ચાહકોને જાણ કરી હતી કે તે આ વર્ષે ઓસ્કરમાં પ્રેઝન્ટર તરીકે સામેલ થશે.
ઓસ્કર રેડ કાર્પેટ પર પ્રિયંકાનો જાદુ
આ ખાસ રાત્રિ માટે પ્રિયંકાએ સફેદ રંગનું સ્ટ્રેપલેસ ડિયોર ગાઉન પસંદ કર્યું હતું, જે તેની સુંદરતામાં વધારો કરતો હતો. આ ગાઉનની ડિઝાઇનમાં કમર પાસે ખાસ ફિટિંગ અને થાઈ-હાઈ સ્લિટ આપવામાં આવ્યો હતો, જેમાં પીંછા અને પ્લેટેડ ટેક્સચરની સજાવટ હતી. પોતાના લુકને પૂર્ણ કરવા માટે તેણે હીરાનો શાનદાર નેકલેસ અને મેચિંગ એરિંગ્સ પહેર્યા હતા. મેકઅપને એકદમ નેચરલ રાખીને તેણે બ્રાઉન-રેડ લિપસ્ટિક લગાવી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા, જે તેને ખૂબ જ એલિગન્ટ લુક આપતા હતા.
નિકનો શાનદાર બ્લેક સૂટ લુક
રેડ કાર્પેટ પર પહોંચતા પહેલા પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે ઉત્સાહિત જણાતી હતી. આ વીડિયોમાં નિક જોનાસે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, 'હું ગોલ્ફ રમવા જઈ રહ્યો છું, તારું ખબર નથી.' જોકે બાદમાં બંનેએ રેડ કાર્પેટ પર એકબીજાનો હાથ પકડીને શાનદાર પોઝ આપ્યા હતા. નિક જોનાસ પણ આ દરમિયાન બ્લેક ટેલર્ડ સૂટમાં ખૂબ જ હેન્ડસમ દેખાઈ રહ્યો હતો.

નિક જોનાસે હાથમાં બાંધ્યું રક્ષાસૂત્ર
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની ઓસ્કરની એક તસવીર અત્યારે ખૂબ વાઇરલ થઈ રહી છે, જેમાં બંને સાથે પોઝ આપી રહ્યા છે. આ ફોટોમાં ફેન્સનું ધ્યાન નિકના કાંડા પર ગયું, જ્યાં તેણે હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર ગણાતું રક્ષાસૂત્ર પહેર્યું હતું.
પ્રેઝન્ટર તરીકે પ્રિયંકાનો જાદુ
નોંધનીય છે કે પ્રિયંકા ચોપરાએ ત્રીજી વખત એકેડેમી એવોર્ડ્સમાં હાજરી આપી છે. આ પહેલા તે 2016માં એવોર્ડ પ્રેઝન્ટ કરવા અને 2017માં રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ વર્ષે તે વિલ આર્નેટ, રોબર્ટ ડાઉની જુનિયર અને એની હેથવે જેવા દિગ્ગજ કલાકારો સાથે પ્રેઝન્ટરની યાદીમાં સામેલ થઈ છે. ઓસ્કરના મંચ પર પ્રિયંકાની આ સફર અને અગાઉ દીપિકા પાદુકોણ દ્વારા 'નાટુ નાટુ' ગીતની રજૂઆત, વૈશ્વિક સ્તરે ભારતીય કલાકારોના વધતા પ્રભાવને દર્શાવે છે.









