- બંને હિરોઈનો વચ્ચો કોલ્ડ વોર ચાલુ છે
- ક્રીતિને એવોર્ડની ટીકા કરતી જૂની પોસ્ટ યામીએ લાઈક કરતાં વિવાદ ચગ્યો
મુંબઇ : યામી ગૌતમ અને ક્રિતી સેનન વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. હવે બંને વચ્ચે ઓનલાઈન ઝઘડો થયો છે. ક્રિતીને મળેલા એક એવોર્ડની ટીકા કરતી પોસ્ટને યામીએ લાઈક કરી હતી. તે પછી યામીએ દાવો કર્યો હતો કે પોતે કોઈ ડર્ટી પીઆર ટ્રીકનો સહારો લેતી નથી. મેં મારી કારકિર્દી પર જ ફોક્સ કર્યું છે. આ રીતે તેણે ક્રિતી પર આડકતરી રીતે ડર્ટી પીઆર ગેમનો આરોપ મૂક્યાનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે 'હક્ક' ફિલ્મમાં યામી ગૌતમની એક્ટિંગના વખાણ થયાં હતાં. જોકે, તે વખતે યામી સામે ક્રિતી સેનનને 'તેરે ઈશ્ક મેં' ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હતો. તે વખતે યામીએ તેની ટીકા કરી હતી. હવે યામીનો એ વિડીયો વાયરલ થતાં તેણે આ પોસ્ટને લાઈક કરી હતી. તેના પરથી બંને વચ્ચે વિવાદ વધ્યો છે.
જોકે, યામીએ બાદમાં વાત વાળી લેવાની ચેષ્ટા કરતાં કહ્યું હતું કે પોતાનાથી ભૂલમાં લાઈક થઈ ગયું હોય તેવુું બની શકે છે.


