Get The App

સરકે ચુનર સોંગના હિન્દી વર્ઝન વિશે અજાણ હોવાનો નોરાનો દાવો

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
સરકે ચુનર સોંગના હિન્દી વર્ઝન વિશે અજાણ હોવાનો નોરાનો દાવો 1 - image

- હિન્દી વર્ઝન માટે મંજૂરી વિના મારી ઈમેજનો ઉપયોગ    

- અશ્લીલ ગીત પર સત્તાવાર પ્રતિબંધ મૂકાયો હોવાનો કેન્દ્ર સરકારની જાહેરાત

મુંબઈ : નોરા ફતેહીએ દેશમાં ભારે વિવાદનું કેન્દ્ર બનેલાં 'સરકે ચુનર' ગીત  સંદર્ભમાં એવો દાવો કર્યો છે કે પોતે તો ફક્ત કન્નડ ગીત માટે જ શૂટિંગ કર્યું હતું. આ ગીતનાં હિન્દી વર્ઝન વિશે પોતે અજાણ છે. હિન્દી  વર્ઝનમાં પોતાની ઈમેજના ઉપયોગ માટે મંજૂરી પણ લેવાઈ નથી.  નોરાએ આ ગીતનાં બહાને તેના પર વ્યક્તિગત પ્રહારો કરનારાની ઝાટકણી પણ કાઢી હતી. 

નોરા અને સંજય દત્ત પર પિક્ચરાઈઝ થયેલાં આ ગીતના શબ્દો અતિશય બિભત્સ અને અશ્લીલ હોવાથી તે યુ ટયૂબ પરથી હટાવી લેવાયું છે. મૂળ કન્ન્ડ ફિલ્મ 'કેડીઃ ધી ડેવિલ'નાં આ ગીત સંદર્ભમાં ગીતકાર  રકીબ આલમે પણ એવો ખુલાસો કર્યો છે કે આ ગીત મેં રચ્યું નથી પરંતુ મૂૂળ કન્નડ ગીતનાં શબ્દોને ટયુન પ્રમાણે ફીટ થાય તેવા  હિન્દી શબ્દો જ આપ્યા છે. 

દરમિયાન, કેન્દ્ર સરકારે આ ગીત પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. કેન્દ્રીય માહિતી પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આ માહિતી આપતાં કહ્યું હતું કે દેશમાં  અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અબાધિત નથી. આ ગીત મુદ્દે પગલાં લેવા સેન્સર બોર્ડને ઓલરેડી જણાવી દેવાયું છે. 

ઉલ્લેખનીય છે કે આ ગીત મુદ્દે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ નોટિસ આપી ચૂક્યું છે. ગીતલેખક રકીબ આલમ, ડાયરેક્ટર પ્રેમ, મ્યુઝિક ડાયરેક્ટર અર્જુન જાન્યા તથા સિંગર માંગલી સહિત ફિલ્મ સર્જકો સામે પોલીસ ફરિયાદ  પણ અપાઈ છે.