Get The App

પતિ, પત્ની ઔર વો-ટુ ફિલ્મની આવતા મહિનાની રીલિઝ ટળી

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
પતિ, પત્ની ઔર વો-ટુ ફિલ્મની આવતા મહિનાની રીલિઝ ટળી 1 - image

- હજુ ફિલ્મનાં એક ગીતનું શૂટિંગ બાકી છે

- આયુષ્માન, સારા, વામિકા અને રકૂલની  ફિલ્મ માટે નવી તારીખો મેળવવી વધુ મુશ્કેલ

મુંબઇ : આયુષ્માન ખુરાના, રકૂલ પ્રીતસિઘ, વામિકા ગબ્બી અને સારા અલી ખાનની ફિલ્મ 'પતિ,  પત્ની ઔર વો-ટુે'ની આવતા મહિને થનારી રીલિઝ ટળી ગઈ છે. 

મૂળ પ્લાન પ્રમાણે આ  ફિલ્મ આગામી ચોથી માર્ચે રીલિઝ થવાની હતી.   પરંતુ, કહે છે કે હજુ ફિલ્મનાં એક ગીતનું શૂટિંગ બાકી છે. આ ઉપરાંત ફિલ્મનું પોસ્ટ  પ્રોડક્શન પણ લંબાઈ ગયું છે. 

જોકે, ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મને નવી તારીખ મેળવવામાં બહુ તકલીફ પડશે. આગામી તા. ૧૯મી માર્ચે 'ધુરંધર: ધી રિવેન્જ' અને 'ટોક્સિક' એમ બે મોટી ફિલ્મો રીલિઝ થવાની છે. તે પછી ક્રિકેટ મેચોનું લાંબુ શિડયુલ છે.