Baroda

36 લાખના દારૃ અને કોયલીના દારૃના કેસમાં વોન્ટેડ નામચીન આરોપી પકડાયો,18 ગુનામાં સંડોવણી

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં 36 લાખના દારૂના 2 કેસનો વોન્ટેડ આરોપી પિનેશ રાકેશભાઈ રાણા આખરે પકડાયો છે. દેણા અને કોયલીમાં થયેલા દારૂના મોટા જથ્થાના કેસમાં તેનું નામ ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે તેને વાડી વિસ્તારના તળાવ પાસેથી ઝડપી પાડ્યો. પિનેશ સામે અગાઉ દારૂ અને જુગારના 18 ગુના નોંધાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

36 લાખના દારૃ અને કોયલીના દારૃના કેસમાં વોન્ટેડ નામચીન આરોપી પકડાયો,18 ગુનામાં સંડોવણી

દેણા અને કોયલીના રૃ.૩૬ લાખના દારૃના બે કેસનો વોન્ટેડ આરોપી પકડાયો
વાડી વિસ્તારના તળાવ પાસે આવતાં જ પોલીસના હાથે ઝડપાઇ ગયો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
શહેર પોલીસે દારૃનો મોટા જથ્થો ઝડપી પાડવાના કરેલા કેસમાં વોન્ટેડ આરોપી આખરે પકડાઇ ગયો છે.
દેણા ખાતે ગઇ તા.૧૧મી માર્ચે પોલીસે દરોડો પાડી ૨૩ લાખનો દારૃ,કન્ટેનર અને મોબાઇલ મળી રૃ.૩૬લાખના મુદ્દામાલ સાથે ચાર જણાને ઝપી પાડયા હતા.જે કેસમાં પિનેશ રાણાનું નામ બહાર આવ્યું હતું.
આવી જ રીતે તા.૧૨મી માર્ચે પોલીસે કોયલીના ગોકુળધામ ખાતે મકાનમાં દરોડો પાડતાં રૃ.૩૯ હજારની કિંમતનો બીયરનો જથ્થો મળી આવ્યો હતો.આ બંને કેસમાં પિનેશ રાકેશભાઇ રાણા (નટરાજ એન્કલેવ,જલારામ રોડ,કારેલી બાગ)નું નામ ખૂલતાં ક્રાઇમ બ્રાન્ચે આજે વાડી વિસ્તારના તળાવ પાસેથી ઝડપી પાડયો હતો.પિનેશ સામે અગાઉ દારુ અને જુગારના 18 જેટલા ગુના નોંધાયા હતા.