- બંગલા પાસે 51 કરોડના પાંચ ફલેટ ખરીદ્યા
- વિરોધ કરવા બદલ કેટલાક લોકોને ધમકાવાયા હોવાના પણ રહીશોના આક્ષેપો
મુંબઈ: એકટ્રેસ સોનમ તથા તેના પતિ આનંદે લંડનમાં તેમના બંગલા પાસે સ્ટાફ કવાર્ટર તરીકે પાંચ ફલેટસ ખરીદતાં આ બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકોએ વાંધો ઉઠાવ્યો છે.
સોનમે ત્રણ વર્ષ પહેલાં 270 કરોડના ખર્ચે નોટિંગ હિલ ખાતે આ બંગલો ખરીદ્યો હતો. હવે બંગલામાં કામ કરતા નોકરો તથા અન્ય સ્ટાફને રહેવા માટે તેણે નજીકની બિલ્ડિંગમાં ૫૧ કરોડોના ખર્ચે પાંચ ફલેટ લીધા છે અને આ ફલેટ્સમાં રિનોવેશન પણ કરાવાઈ રહ્યું છે. જોકે, પોતાની આસપાસ સ્ટાફ કે નોકરો રહે તેની સામે અન્ય રહીશોએ વાંધો લીધો છે.
કેટલાક રહીશોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે અમને આ સોદાની વિરુદ્ધ જાહેરમાં બોલવામાં બીક પણ લાગે છે કારણ કે આ લોકો બહુ વગદાર છે.
તેમણે દાવો કર્યો હતો કે કેટલાક લોકોને આ સોદાનો વિરોધ કરવા બદલા ધમકાવવામાં પણ આવ્યા હતા.
જોકે, સોનમ કે તેના પરિવાર દ્વારા આ વિવાદ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.


