મુન્નાભાઈ MBBS...' ફેમ અભિનેત્રીનો ચોંકાવનારો દાવો - કિસિંગ સીનમાં વારંવાર રીટેક કરાવી રહ્યો હતો હીરો...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Actress Priya Bapat: મુન્નાભાઈ MBBS ફેમ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયા બાપટે તાજેતરમાં જ પોતાના કરિયરના શરૂઆતના દિવસો સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો. આ એક કિસ્સો નહીં પરંતુ તમે તેને તેના કરિયરની એક કડવી યાદ કહી શકો છો, જેના વિશે આજે પણ વાત કરતી વખતે તે એક ક્ષણ માટે ધ્રૂજી ઊઠે છે. એક્ટ્રેસે જણાવ્યું કે, કેવી રીતે શૂટિંગ દરમિયાન એક એક્ટરે પ્રોફેશનલ લિમિટ્સ ક્રોસ કરી હતી અને મને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું હતું. બીજી તરફ, તે સમયે પોતાના કરિયરની શરૂઆતમાં હોવાને કારણે પ્રિયા એ પણ સમજી શકી નહોતી કે તેણે આ બાબતે કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ.
કિસિંગ સીનની જરૂર નહોતી
પ્રિયાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'મને ફિલ્મમાં કિસિંગ સીન કરવા સામે ક્યારેય વાંધો નહોતો, જો તે ફિલ્મની સ્ટોરી માટે જરૂરી હોય અને તેનું કોઈ મહત્વ હોય. તે મારી શરૂઆતની ફિલ્મોમાંની એક હતી અને રીડિંગ સેશન દરમિયાનથી જ આ કિસિંગ સીનને લઈને મારા મનમાં શંકા હતી. હું સતત ડાયરેક્ટરને પૂછી રહી હતી કે તમને ફિલ્મમાં અહીં કિસિંગ સીનની શું જરૂર છે? આ એ બાબત નહોતી કે મારે કિસિંગ સીન કરવો છે કે નહીં, પરંતુ મારો વિચાર એ હતો કે તમે તેને ફિલ્મમાં કેવી રીતે જસ્ટિફાય કરશો? આ સીન અહીં ફિટ નહોતો બેસતો નહોતો.'
પ્રિયાએ આગળ જણાવ્યું કે, 'મનમાં સવાલો હોવા છતાં મેં આ સીન કરવા માટે પોતાને રાજી કરી લીધી. જો આ સ્ક્રિપ્ટની ડિમાન્ડ છે તો હું તેના માટે તૈયાર છું, પરંતુ વાસ્તવમાં તેની કોઈ જરૂર જ નહોતી. જોકે, ડાયરેક્ટર વારંવાર આ સીન કરવા માટે કહી રહ્યા હતા. આથી મેં કહ્યું કે ઠીક છે, હું જોઉં છું. હું એક કિસ સીન માટે તૈયાર થઈ ગઈ.'
એક્ટર વારંવાર ગીતને ઈમ્પ્રુવાઈઝ કરાવતો રહ્યો
એક્ટ્રેસે જણાવ્યું કે, 'પરિસ્થિતિ ત્યારે કાબૂ બહાર થઈ ગઈ જ્યારે એક્ટર ગીતને ઈમ્પ્રુવાઇઝ કરાવવા લાગ્યો. એવું ઘણી વખત બન્યું કે એક્ટર વારંવાર ગીતને ઈમ્પ્રુવાઈઝ કરાવતો રહ્યો અને મને કિસ કરતો રહ્યો. ખબર નહીં કેમ તે સમયે હું મારો સ્ટેન્ડ ન લઈ શકી. કદાચ એટલા માટે કારણ કે મને સમજાતું નહોતું કે આ પરિસ્થિતિ સાથે કેવી રીતે ડિલ કરવી.'
આ પણ વાંચો: CBFCના પૂર્વ ચેરમેન પહલાજ નિહલાણીનું 76 વર્ષની વયે નિધન, લાંબા સમયથી બીમાર હતા
કામ પૂરું થયા પછી પણ તે એક્ટરે મને મળવાનો પ્રયાસ કર્યો
પ્રિયાએ વધુમાં જણાવ્યું કે, 'કામ પૂરું થયા પછી પણ તે એક્ટરે મને મળવાનો પ્રયાસ કર્યો હતો. મારી પાસે કોઈ રસ્તો નહોતો. અમે એક જ હોટલમાં અલગ-અલગ રૂમમાં રોકાયા હતા. પરંતુ તે મને વારંવાર મેસેજ કરતો રહ્યો અને બોલાવતો રહ્યો. તે કહી રહ્યો હતો કે ચાલ હું તને સ્વિમિંગ શીખવાડું, શું હું તને બ્રેકફાસ્ટ પર મળી શકું? મેં કહ્યું કે મને આ બધામાં કોઈ રસ નથી. મારી જિંદગીમાં આવું ક્યારેય બન્યું નહોતું અને આવું ફરી ક્યારેય થવું પણ ન જોઈએ.'
આ ફિલ્મોમાં નજર આવી ચૂકી છે એક્ટ્રેસ
તમને જણાવી દઈએ કે, પ્રિયા બાપટ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને તે 'મુન્નાભાઈ એમબીબીએસ', 'લગે રહો મુન્નાભાઈ', 'શિવાજીરાજે ભોસલે બોલતોય', 'કાકસ્પર્શ' સહિતની હિન્દી અને મરાઠી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.









